For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના શહેરી વિસ્તારોમાં કન્યા ભ્રુણ હત્યાનું પ્રમાણ વધુ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 જુલાઇ : ગુજરાતે દેશના અન્ય રાજ્યોને ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ક્યાંય પાછળ મૂકી દીધા છે. પરંતુ ગુજરાતમાં હજુ કેટલીક બાબતોમાં અન્યો કરતા પાછળ છે. આવા જ એક ચોંકાવનારો ખુલાસા પ્રમાણે ગુજરાતના શહેરોમાં મોટા પાયે કન્યા ભ્રુણ હત્યા થઈ રહી છે.

ગુજરાતમાં જન્મ અને મૃત્યુ રજીસ્ટરના આંકડાઓ પ્રમાણે 0થી 12 મહિનાના કન્યા શિશુ ગુજરાતના શહેરોમાં અસુક્ષક્ષિત છે. છેલ્લા ત્રણ વર્ષોમાં શહેરી વિસ્તારોમાં 12,325 બાળકીઓના જ્યારે 8,076 જેટલા બાળકોના મોત સરકારી ચોપડે નોંધાયા છે.

save-girl-child

આશ્ચર્યજનક રીતે ગુજરાતમાં 2011ની વસતી ગણતરી પ્રમાણે 2,739 છોકરાઓ પોતાના પ્રથમ જન્મદિવસ જોઈ શક્યા નથી, જ્યારે 2,246 છોકરીઓના મોત થયા છે. વસતી ગણતરી પ્રમાણે ગુજરાતના શહેરોમાં વસતી 2.57 કરોડ છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં વસ્તીનું પ્રમાણ 3.47 કરોડ છે.

શહેરોમાં કે જ્યાં વધુ સારી તબીબી સેવાઓ ઉપલબ્ધ છે, ત્યાં બાળકીઓનો મત્યુઆંક આટલો ઉંચો હોવા અંગે નિષ્ણાતો પણ મૌન સેવી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે જાતિ પ્રમાણમાં રહેલા તફાવતને પગલે પણ શહેરોમાં બાળકીઓનો મૃત્યુ દર ઉંચો હોઈ શકે છે.

કેટલાક બાળ નિષ્ણાત ડૉક્ટરોનું માનવું છે કે દિકરાની સરખામણીએ બીમાર બાળકી પાછળ નાણા ખર્ચવામાં મધ્યમ વર્ગ અચકાય છે. તેમના મતે મોટા ભાગના કિસ્સાઓમાં જો દિકરો હોય તો વાલી થોડું જોખમ લઈ મોટા તબીબી ખર્ચ માટે તૈયાર થઈ જાય છે, પરંતુ આવા કિસ્સામાં દિકરીના જીવને જોખમ રહેલું હોય છે.

English summary
Female foeticide incidents more in Gujarat urban areas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X