અમદાવાદની અદાણી વિલ્મર ઓફિસમાં લાગી ભીષણ આગ

Written By:
Subscribe to Oneindia News

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ફોરચ્યૂન હાઉસ નામની ઇમારતમાં આજે બપોરે અચાનક આગ લાગતા દોડધામ થઇ ગઇ હતી. આ જ ઇમારતમાં અદાણી વિલ્મરની ઓફિસ પણ આવેલી છે. ફોર્ચ્યૂન હાઉસમાં લાગેલી આગની એટલી ભીષણતાને જોતાં તુરંત ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

fire

નોંધ-તસવીર પ્રતિકાત્મક છે.

આ બિલ્ડિંગમાંથી તાત્કાલિક લોકોને બહાર કાઢી લેવાતાં કોઇનું મૃત્યુ થયું નથી. પરંતુ આગને ઓલવવમાં સમય વધુ જાય એવું બને. આ વિકરાળ આઘને બુઝાવવા માટે 13થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડ દ્વારા એસ્કેલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એસ્કેલેટરના ઉપયોગ દ્વારા ઊંચાઇએ જઇ બારીના કાચ તોડવામાં આવ્યા હતા, જેથી આગ ઓલવવાનું કામ શરૂ થઇ શકે.

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. દીવાલો પરના ક્લસ્ટર અને પેઇન્ટિંગને કારણે આગ ફેલાઇ ગઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. જો કે, તાજેતરની જાણકારી અનુસાર આગ કાબુમાં આવી ગઇ છે.

English summary
Massive fire at Fortune House, Navrangpura, Ahmedabad.
Please Wait while comments are loading...