ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ, ફાયરની થઈ દોડી, કારણ અકબંધ
રાજ્યમાં આગની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હવે ધીમે ધીમે શિયાળો વિદાઈ લઈ રહ્યો છે અને ઉનાળાની એન્ટ્રી થઈ રહી છે ત્યારે હવે ઉનાળાની ગરમીમાં આગના અને કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે રાજ્યના પાટનગરમાંથી વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે.
પાટનગર ગાંધીનગર સ્થિત જૂના સચિવાલયમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જૂના સચિવાલયમાં આવેલી ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં બેટરીઓ અને ભંગાર હોવાના લીધે સર્વર રૂમમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આગની જાણ થતાની સાથે ફાયર ફાયટરની ટીમને સૌપ્રથમ ઝડપથી જાણ કરી દેવામાં આવી હતી.
ફાયરની ટીમને જાણ થતાની સાથે ફાયર વિભાગનો સ્ટાફ જૂના સચિવાલય આવી પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, સર્વર રૂમમાં આગ લાગવાથી તેમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થયો છે.અગાઉ પણ જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટની બની હતી..
પ્રાથમિક માહિતી મુજબ શ્રમ અને રોજગાર કચેરીમાં આગ લાગ્યાની ઘટના બની હતી. જેમાં સામાન્ય ચોપડાઓને નુકસાન પહોંચ્યું હતું.

ફાયર વિભાગની પ્રાથમિક તપાસ અનુસાર સર્વર રૂમમાં બેટરીઓ અને અન્ય ભંગારનો સામાન હોવાનાં કારણે કોઈ કારણસર સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો અનુમાન છે. જો કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. આગ કાબૂમાં આવી જતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
અગાઉ પણ જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટની બની હતી. પ્રાથમિક માહિરી મુજબ શ્રમ અને રોજગાર કચેરીમાં આગ લાગ્યાની ઘટના બની હતી. જેમાં સામાન્ય ચોપડાઓને નુકસાન પહોંચ્યું હતું.












Click it and Unblock the Notifications
