અમદાવાદઃ મેઘાણીનગરમાં ફાયરિંગ, વાંચો આજના ન્યૂઝ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ કરી રહેલી સીબીઆઇને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ રાજકુમાર પાન્ડિયનની અરજી પર ફટકારવામાં આવી છે. આ અંગેની વધુ સુનાવણી 13 જાન્યુઆરીએ કરવામાં આવશે તેવું હાલ જાણવા મળ્યું છે. અમદાવાદના મેઘાણીનગરમાં અનિલભાઇ નામની એક વ્યક્તિ પર રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં સ્થિત એક કોમ્પલેક્સમાંથી 10.10 લાખની લાગતના હિરાની ચોરી કરવામાં આવી હોવાના અહેવાલ છે.તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સોહરાબ કેસઃ સીબીઆઇને સુપ્રીમની નોટિસ
ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ કરી રહેલી સીબીઆઇને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ રાજકુમાર પાન્ડિયનની અરજી પર ફટકારવામાં આવી છે. આ અંગેની વધુ સુનાવણી 13 જાન્યુઆરીએ કરવામાં આવશે તેવું હાલ જાણવા મળ્યું છે.

અમદાવાદઃ મેઘાણીનગરમાં ફાયરિંગ
અમદાવાદના મેઘાણીનગરમાં અનિલભાઇ નામની એક વ્યક્તિ પર રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની વિગત કંઇક એવી છે કે, રાત્રીના પોણા ત્રણ વાગ્યાની આસપાસ અનિલભાઇને એક ફોન આવ્યો હતો, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેમનું એક પાર્સલ રેલવે સ્ટેશને આવ્યું છે. તેઓ જ્યારે રેલવે સ્ટેશન ગયા ત્યારે ત્યાં કોઇ પાસર્લ નહોતું તેઓ ઘર તરફ જઇ રહ્યાં હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ, જેમાં તેમને પીઠના ભાગે ઇજા થતાં સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર થઇ રહી છે. પોલીસે ફાયરિંગ કરનાર અને શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું તે જાણવા કવાયદ હાથ ધરી છે.

અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં 10 લાખના હિરાની ચોરી
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સ્થિત એક કોમ્પલેક્સમાંથી 10.10 લાખની લાગતના હિરાની ચોરી કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી છે આ સાથે એફએસએલની ટૂકડી પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવાની કવાયદ શરૂ કરી છે.

આસારામના સાધકને અન્ય સાધકોની ધમકી
અમદાવાદ આશ્રમ સાથે છેડો ફાડનારા સુરતના સ્થાયીને અન્ય સાધકો દ્વારા ધમકી આપવામાં આવી હોવાની વાત પ્રકાશમાં આવી છે. આ અંગે મળેલી માહિતી અનુસાર આસારામ અને નારાયણ સાંઇના કરતુતો બહાર આવ્યા બાદ સુરતના પ્રજાપતિ યુવકની નિષ્ઠા ડગી ગઇ હતી અને તેણે આશ્રમ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ જેવી આ વાત અન્ય સાધકોને માલુમ પડતા ઉક્ત સાધકને તેઓ દ્વારા અવાર નવાર ધમકી આપવામાં આવી હોવાનું કતારગામ પોલીસ મથકમાં કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે, પોલીસે આ અંગે તપાસ આદરી છે.

અમદાવાદઃ મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
બનાવ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદના નારોલ તળાવમાં રવિવારે એક આધેડ મહિલાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળ્યો હતો. જે અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તળાવમાંથી આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં મહિલાનું નામ જયંતીબેન મરાઠી હોવાનું અને તેઓ ત્રણ દિવસ પહેલા ગુમ થયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગોંડલમાં 12 લાખનો વિદેશી દારૂ પકડાયો
ગોંડલ-જેતપુર રોડ વચ્ચે આવેલા તણખણીયા નજીક પોલીસે વિદેશી દારૂની 251 પેટી ભરેલા આઇશરને પકડી પાડ્યો છે. આ બનાવ અંગે મળેલી માહિતી અનુસાર ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઇ ચાવડાને વિદેશી દારૂ શહેરમાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જેને લઇને પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે રાત્રે ચેકિંગ હાથ ધરતા આઇશર ટ્રકમાંથી 251 દારૂની પેટી સહિતનો અંદાજે 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જો કે આઇશર ચાલક સહિત બે લોકો ભાગી જવામાં સફળ થયા હતા. પોલીસે નાસી ગયેલા લોકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.












Click it and Unblock the Notifications
