અમદાવાદમાં ગોળીબારઃ વેપારીની હત્યા, 92 લાખની લૂંટ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 15 જાન્યુઆરીઃ શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે સવારે 10 વાગ્યાની આસપાસ બ્લેક પલ્સર પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા ખુલ્લેઆમ ગોળીબાર કરી એક આધેડ વેપારીની હત્યા કરવામાં આવી છે અને રૂપિયા 92 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા છે. પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

murder
બનાવ અંગે મળતી માહિતી અનુસાર લૂંટારાઓ પૈસા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા છે, જ્યારે રૂપિયા 36 લાખની એક બેગ ઘટના સ્થળેથી મળી આવી છે. બનાવની જાણ થયા બાદ પોલીસે ઠેર ઠેર નાકા બંધી કરી દીધી હતી. ઉપરાંત ડોગ સ્ક્વોડ અને એફએસએલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર માણેક ચોકમાં જે કે બુલિયનન માલિક હિતેષ ભુપેન્દ્રભાઇ ઝવેરી અને તેમના અન્ય બે કર્મચારીઓ કારમાં ત્રણ બેગમાં રૂપિયા 1.45 કરોડ લઇને આવ્યા હતા.

તેઓ કારમાંથી પૈસા કાઢવાના જ હતા ત્યાં એક બ્લેક પલ્સરમાં આવેલા ત્રણ બુકાનીધારીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં હિતેષભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે બુકાનીધારીઓ સાથેની ઝપાઝપીમાં બે લોકોને ઇજા પહોંચી હતી. બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને લૂંટારાઓને પકડી પાડવા માટે કવાયદ આદરી છે.

English summary
firing and loot in ahmedabad one killed two injured.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.