For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ભૂમિ-અધિગ્રહણ થયું તો ખેડૂતો દરિયામાં ખેતી કરવા લાગ્યા

ગુજરાત સરકાર છેલ્લા બે દાયકાથી ઉદ્યોગો માટે કૃષિ જમીનનું અધિગ્રહણ કરી રહી છે. ખેડૂત સંગઠનને લાગે છે કે આવું જ ચાલતું રહ્યું તો એક દિવસ એવો આવશે જયારે ખેતી કરવા માટે જમીન નહીં બચે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકાર છેલ્લા બે દાયકાથી ઉદ્યોગો માટે કૃષિ જમીનનું અધિગ્રહણ કરી રહી છે. ખેડૂત સંગઠનને લાગે છે કે આવું જ ચાલતું રહ્યું તો એક દિવસ એવો આવશે જયારે ખેતી કરવા માટે જમીન નહીં બચે. તેવી સ્થિતિમાં વધતી અન્નની માંગ અને ઘટતી જમીનને કારણે કૃષિ વિશેષજ્ઞોએ એક ઉપાય શોધ્યો છે. જેને ત્યાંના ખેડૂતોએ જાતે જ લાગુ કરવાનું ચાલુ કરી દીધું છે.

આ પણ વાંચો: અમરેલીઃ હિંસક જીવોનું જોખમ ઉઠાવી બાળકો 2 કિમી દૂર મંદિરમાં ભણવા જાય છે

ગુજરાતમાં દરિયામાં ખેતી થવા લાગી

ગુજરાતમાં દરિયામાં ખેતી થવા લાગી

હાલમાં વિદેશોમાં મલ્ટીસ્ટોરીટેડ એગ્રિકલચર ફેમસ છે. પરંતુ હવે ગુજરાતના ખેડૂતો પણ દરિયામાં ખેતી કરી રહ્યા છે. ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય હશે જ્યાં ખેડૂતોએ કૃષિ વિશેષજ્ઞોની મદદ ઘ્વારા દરિયામાં ખેતી કરવાનો રસ્તો અપનાવ્યો છે. હવે ગુજરાત બીજા રાજ્યોને પ્રેરણા આપશે જેમની પાસે દરિયા કિનારો છે.

ક્યાં થાય છે સી-વાઈડ ફાર્મિંગ

ક્યાં થાય છે સી-વાઈડ ફાર્મિંગ

ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. જો પોર્ટ વિસ્તારને છોડી દેવામાં આવે તો મહાસાગરનો બીજો હિસ્સો એવો છે જ્યાં કોઈ પણ ગતિવિધિ નથી થતી. કૃષિ વિશેષજ્ઞો અનુસાર સી-વાઈડ ફાર્મિંગ એક નવી અવધારણા છે. આ પ્રકારની ખેતી જાપાન, કોરિયા, ચીન, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં કરવામાં આવે છે પરંતુ હવે ગુજરાતમાં પણ આ ખેતી કરવામાં આવશે.

ખેડૂતોને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે

ખેડૂતોને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે

ગુજરાતના ભાવનગર પાસે આવેલા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટયૂડ ઘ્વારા જિલ્લાના 18 ખેડૂતોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. જેમને ગીર-સોમનાથ પાસે સીમર અને રાજપરા ગામમાં ઘાસની ખેતી કરવાનું શીખવવામાં આવ્યું. આ પ્રક્રિયાને એક સાઇકલ પુરી કરવામાં 40 દિવસ લાગે છે. આ ખેડૂતોએ 2 સાઇકલમાં 5.9 ટન ઘાસની ખેતી કરીને 1.15 લાખ રૂપિયા ભેગા કર્યા.

ફળ અને શાકભાજીની પણ દરિયામાં ઉગાડશે

ફળ અને શાકભાજીની પણ દરિયામાં ઉગાડશે

દરિયામાં ઘાસની ખેતી સિવાય કૃષિ વિશેષજ્ઞો હવે આ બાબતે પણ વિચાર કરી રહ્યા છે કે ખેડૂતો હવે દરિયામાં ઘાસની સાથે સાથે શાકભાજી અને ફળની પણ ખેતી કરી શકે. તેના માટે તેમને એક એક્શન પ્લાન પણ બનાવ્યો છે જેના માધ્યમે ઇન્સ્ટિટ્યૂટ ખેડૂતોને પ્રશિક્ષિત કરશે.

English summary
first time in India, Gujarat takes to the sea for farming
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X