For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીઃ હિંસક જીવોનું જોખમ ઉઠાવી બાળકો 2 કિમી દૂર મંદિરમાં ભણવા જાય છે

200થી વધુ માસૂમ બાળકો જીવના જોખમે જાય છે ભણવા

|
Google Oneindia Gujarati News

અમરેલીઃ ગુજરાતના અમેરિલી જિલ્લામાં રાજુલાના એક ગામમાં લગભગ 250 જેટલાં બાળકો પોતાના જીવને જોખમે સ્કૂલે ભણવા જાય છે. ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓ છેલ્લા 8 મહિનાથી મુશ્કેલ રસ્તા પરથી થઈ હિંસક પ્રાણીઓના જોખમ વચ્ચેથી નીકળે છે. 2 કિમી જેટલો લાંબો રસ્તો કાપ્યા બાદ બાળકો મંદિરમાં અભ્યાસ મેળવે છે.

200થી વધુ માસૂમ જીવના જોખમે જાય છે ભણવા

200થી વધુ માસૂમ જીવના જોખમે જાય છે ભણવા

સરકાના શિક્ષા ક્ષેત્રમાં તમામ સુધારા અને બદલાવના દાવાની પોલ ખોલતું આ ગામ અમરેલી જિલ્લાનું ખારા છે. અહીં કોઈ સ્કૂલ બિલ્ડિંગ પણ નથી, એવામાં બાળકો કોઈ સ્કૂલને બદલે બે કિમી દૂર આવેલ એક મંદિરમાં જઈને અભ્યાસ કરે છે. આ જગ્યાએ ગણેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમનું પણ આયોજન થાય છે. પરંતુ ન કોઈ ધારાસભ્ય- સાંસદ કે ન તો ડીએમને આ બાળકોની કોઈ ચિંતા છે. ત્યારે જ તો 200થી વધુ બાળકોએ જીવના જોખમે અભ્યાસ માટે 2 કિમીનો સફર ખેડવો પડે છે.

માતા-પિતાએ જવું પડે છે સાથે

માતા-પિતાએ જવું પડે છે સાથે

ગ્રામીણોનું કહેવું છે કે તેમને ત્યાં બહુ પહેલા એક સ્કૂલ હતી, જેનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હતું. જેને પગલે બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી ફરી સ્કૂલનું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું ન હોવાથી બાળકોએ મંદિરમાં જ ભણવા જવું પડે છે. આજુબાજુના વિસ્તારમાં હિંસક પ્રાણીઓ પણ ફર્યા કરતાં હોવાથી બાળકોના જીવ પર પણ જોખમ રહે છે.

ડીઈઓ બોલ્યા- સ્કૂલ બનશે

ડીઈઓ બોલ્યા- સ્કૂલ બનશે

પૂછવામાં આવતાં ડીઈઓ સી.એમ. જાદવે કહ્યું કે તેમના તરફથી સ્કૂલ બનાવવા માટે પ્રપોઝલ આપી દેવામાં આવી છે. થોડા સમય બાદ બાળકોને ગામમાં જ અભ્યાસ કરવા દેવામાં આવશે. હવે સવાલ એ ઉઠે છે કે સ્કૂલનું બિલ્ડિંગ જ નથી બન્યું તો બાળકોને ભણાવવા ક્યાં?

કોઈ પાસે જવાબ નથી

કોઈ પાસે જવાબ નથી

કામ શરૂ થયા બાદ પણ બિલ્ડિંગ બનવામાં ઓછામાં ઓછા 6 મહિના તો લાગશે જ, એવામાં બાળકોને આવા પ્રકારના જોખમની વચ્ચે અભ્યાસ કરતા રહેશે? જેનો જવાબ કદાચ અહિંના એકેય અધિકારી પાસે પણ નથી.

26 બાળવીરોને મળ્યા પીએમ મોદી, 6 વર્ષની ઈહાએ પીએમને આપી સ્પેશિયલ ગિફ્ટ26 બાળવીરોને મળ્યા પીએમ મોદી, 6 વર્ષની ઈહાએ પીએમને આપી સ્પેશિયલ ગિફ્ટ

English summary
In This Gujarat village, children going to study at risk of violent animals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X