For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાને બચાવવા જતા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના 5 લોકોના મોત

કચ્છના મુંદ્રાના ગુંદાલા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

કચ્છના મુંદ્રાના ગુંદાલા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ કેનાલમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢી લીધા. પરિવારની એક મહિલાને બચાવવા જતા એક પછી એક પાંચે લોકો ડૂબી ગયા અને તેમના મોત થઈ ગયા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વળતરની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.

narmada

ઘટનાની વિગતો મુજબ કચ્છના મુંદ્રાના ગુંદાલા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની બાજુમાં જ આવેલા ખેતરમાં મજૂરી કરતા શ્રમજીવી પરિવારની ત્રણ મહિલા અને બે પુરુષોના કેનાલમાં ડ઼ૂબી જવાથી મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ. મૃતકોમાં રાજેશ ખીમજી, કલ્યાણ દામજી, હીરોબેન કલ્યાણ, રસિલા દામજી અને સવિતાબેનનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મૃતકોમાં બે પરિણીત યુગલો અને એક કિશોરીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યુ કે આ ઘટના પરાગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદાલા ગામ પાસે સાંજે 7 વાગે બની હતી. પ્રાગપર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે, 'બે મહિલાઓ, એક 15 વર્ષની છોકરી અને બે પુરૂષોના મૃતદેહ મળી આવ્યા છે.'

તમને જણાવી દઈએ કે નર્મદા કેનાલના લપસણા ઢોળાવના જોખમો અંગે અગાઉ અનેક અહેવાલો જણાવવામાં આવ્યુ છે. અમદાવાદ મિરરમાં જાન્યુઆરીના એક અહેવાલ મુજબ 2021માં એસજી હાઈવે પર વૈષ્ણોદેવી અને કોબા વચ્ચે નર્મદા કેનાલમાંથી લગભગ 55-60 મૃતદેહો મળી આવ્યા હતા. નર્મદા કેનાલ સરદાર સરોવર ડેમમાંથી પાણી ગુજરાત અને પછી રાજસ્થાન લાવે છે. કેનાલની લંબાઈ 532 કિમી છે જેમાંથી 458 કિમી ગુજરાતમાં અને 74 કિમી રાજસ્થાનમાં છે.

English summary
Five members of a family drowned in Narmada canal in Gundala village in Mundra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X