For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિઠ્ઠલભાઇ પટેલની ૧૪૯મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

વર્ષ ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેમના નામ ઉપરથી અપાયું છે. એવા વિઠ્ઠલભાઇ ઝવેરભાઇ પટેલની ૧૪૯મી જન્મજયંતિ નિમિતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, કાયદા મંત્રી

|
Google Oneindia Gujarati News

વર્ષ ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેમના નામ ઉપરથી અપાયું છે. એવા વિઠ્ઠલભાઇ ઝવેરભાઇ પટેલની ૧૪૯મી જન્મજયંતિ નિમિતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીંડોર, પશુપાલન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર દ્વારા વિધાનસભા પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ અને ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

GUJARAT VIDHANSBHA

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ વિઠ્ઠલભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન સાથે જોડાયેલી કેટલાક સંસ્મરણો યાદ કર્યા હતા. તેમનો જન્મ ૨૭મી સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ નડિયાદમાં થયો હતો. તેઓ સન ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા હતા. સન ૧૯૩૦માં આઝાદીના જંગની શરૂઆત થતાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી તેમાં સક્રિય રીતે આઝાદીના લડતમાં જોડાયા હતા. વિઠ્ઠલભાઇ પટેલ તેમની મુત્સદ્દીગીરી માટે ભારતભરમાં વખાણાતા હતા.

આ પ્રસંગે વિધાનસભાના સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહીને તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરી તેમના જીવનના આઝાદીકાળ સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.

English summary
Floral tributes offered on the occasion of 149th birth anniversary of Vitthalbhai Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X