હાર્દિક પટેલે વિદેશમાં નોકરીની લાલચમાં આવી બે લાખ ગુમાવ્યા

Subscribe to Oneindia News

અમદાવાદમાં રહેતા 30 વર્ષના યુવકને કેનેડામાં નોકરી આપવાની કહીને એકાઉન્ટના કાગળો મુંબઈ મંગાવી બેંકના ખાતામાંથી રૂપિયા 2 લાખની રોકડની ઉઠાંતરી કરી લીધાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધવામાં આવી છે. અમદાવાદના રાણીપમાં આવેલા સુવર્ણ એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિક પટેલ નામનો યુવક તેના માતા પિતા સાથે રહે છે. અને પેસ્ટ મેનેજમેન્ટ કંપની માં મેનેજર તરીકે નોકરી કરે છે. જોકે વધુ નાણાં કમાવવા માટે તેમણે કેનેડા નોકરી કરવા માટે જાવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમના સાળા પાર્થ પટેલના મિત્ર રાજેશ પટેલને મળ્યા હતા અને રાજેશે કહ્યું હતુ કે તે વિઝાનું કામ કરે છે.

Ahmedabad

વધુમાં રાજેશે મુંબઇમાં રહેતા રાહુલ અને મુકેશ પટેલને ફોન કર્યો હતો. મુકેશ પટેલ અને રાહુલે હાર્દિક પટેલના બેંકના કાગળો મંગાવ્યા હતા. જેમાં એટીએમ કાર્ડ અને ભૂલથી પિન નંબર પણ મોકલી આપ્યો આપ્યો હતો. પણ ગત 17મી ઓક્ટોબરના રોજ મેસેજ આવ્યો આવ્યો હતો કે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા બે લાખ કોઈએ ટેલી બેન્કિંગ સિસ્ટમ દ્વારા ઉપાડી લીધા હતા. જેથી તપાસ કરતા ખબર પડી હતી કે રાહુલ અને મુકેશ પટેલે બેંકના કાગળોનો ઉપયોગ કરી પૈસા ઉપાડી લીધા હતા. માત્ર હાર્દિક પટેલના જ નહીં પણ રાજેશ પટેલના નાણાં પણ ઉપાડી લીધાં હતાં. અને ફોન પર જવાબ આપ્યા નહોતા. છેવટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

English summary
Forgery case in Ahmedabad: Hardik patel lost 2 lakh for getting jobs in abroad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.