
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અત્યારસુધીની રાજકિય સફર!
છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અટકળોનો વિજય રૂપાણીના રાજીનામાં સાથે અંત આવ્યો છે. મ્યાનમારના રંગુનમાં જન્મેલા વિજય રૂપાણીને સંઘના નજીકના નેતા માનવામાં આવે છે. આ જ કારણે તેમને આનંદીબેનના રાજીનામાં બાદ ગુજરાતનું મુખ્યમંત્રી પદ મળ્યું હતું. વિજય રૂપાણીની રાજકિય કારકિર્દી પર એક નજર કરીએ.

જૈન પરિવારમાં જન્મ
પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ ભારતથી દુર રંગુનમાં થયો હતો. 2 ઓગસ્ટ 1956ના રંગૂનમાં જન્મ થયો હતો. તેમના પિતા રમણિકલાલ અને માતા માયાબેન જૈન ધર્મના અનુઆયી છે. પિતા રમણિકલાલ 1960માં મ્યાનમાર છોડી રાજકોટમાં વસ્યા હતા. પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શિક્ષણ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલય અને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી થયુ છે.

એબીવીપીના નેતા હતા રૂપાણી
વિજય રૂપાણી વિદ્યાર્થીકાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં એક્ટિવ હતા. ત્યારબાદ તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયા. ત્યારબાદ ભાજપની સ્થાપના થઈ ત્યારથી જ વિજય રૂપાણી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. વિજય રૂપાણી કટોકટી દરમિયાન ભાવનગર અને ભુજમાં 11 મહિના સુધી કેદમાં રહ્યા હતા.

રાજકોટના મેયર તરીકે પણ રહ્યા વિજય રૂપાણી
વિજય રૂપાણી 1978 થી 1981 સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ રહ્યા છે. 1987માં મહાનગર પાલિકામાં સૌપ્રથન ચૂંટાયા અને જળ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ તે રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે 1988 થી 1996 સુધી રહ્યા હતા. ત્યારબાદ રાજકોટના મેયર પદે 1996 થી 1997 સુધી સેવા આપી હતી.

ગુજરાત ભાજપની કમાન સંભાળી હતી
1998 માં વિજય રૂપાણીને ભાજપનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ બનાવાયા હતા. ત્યારે વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના કાર્યકાળમાં ભાજપના ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષની જવાબદારીઓ અપાઈ હતી. આ બાદ વિજય રૂપાણી 2006માં ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. જે બાદ ભાજપે 2006 માં રાજ્યસભામાં મોકલ્યા, 2012 સુધી વિજય રૂપાણી રાજ્યસભાનાં સભ્ય રહ્યાં. ત્યારબાદ નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે વિજય રૂપાણી ચાર ટર્મ ગુજરાત ભાજપના અધ્યક્ષ રહ્યાં.

આનંદીબેનના રાજીનામાં બાદ ગુજરાત ભાજપની કમાન મળી
પાટીદાર આંદોલન બાદ ગુજરાતમાં પાટીદારોના ગુસ્સા બાદ આનંદીબેનને પોતાનું મુખ્યમંત્રી પદ ગુમાવવાનો વારો આવ્યો. આ બાદ બધાની અટકળોથી ઉપર વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ સમયે નીતિન પટેલને લગભગ નક્કી માનવામાં આવતા હતા. 7 ઓગસ્ટ 2016 થી લઈને આખરે આજે 11 ઓગસ્ટ 2021 ના રોજ વિજય રૂપાણીએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ હતુ.