આનંદીબેનના મંત્રીમંડળમાં ચારનો ઉમેરો અને ત્રણ કપાયા
ગાંધીનગર, 22 મેઃ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ, પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલ સહિતના નેતાઓની હાજરીમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શપથ ગ્રહણ કર્યા હતા, આ સાથે જ તેમના મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં મોટાભાગના મંત્રીઓને રીપિટ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ રાજ્યકક્ષાના મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે, જ્યારે ચાર નવા ચહેરાઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આનંદીબેન પટેલના મંત્રી મંડળ પર નજર ફેરવીએ તો, નીતિન પટેલ, રમણલાલ વોરા, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટેલ, ગણપત વસાવા, બાબુ બોખિરિયા, દીલીપ ઠાકોર, વસુબેન ત્રિવેદી, પ્રદીપસિંહ જાડેજા, છત્રસિંહ મોરી, જયદ્રથસિંહ પરમાર, રજનીકાંત પટેલ, ગોવિંદ પટેલ, નાનુભાઇ વાનાણી, જંયતિ કવાડિયા, શંકરભાઇ ચૌધરી, તારાચંદ છેરા, જયેશ રાદડિયા, બચુભાઇ ખાબડ, કાંતિભાઇ ગામિત છે. આ મંત્રી મંડળમાં શંકરભાઇ ચૌધરી, તારાચંદ છેરા, બચુભાઇ ખાબડ અને કાંતિભાઇ ગામિત નવા ચહેરા છે. જ્યારે પુરુષોત્તમ સોલંકી, પરબત પટેલ અને વાસણ આહિરને પડતા મુકવામાં આવ્યા છે. ચાલો તસવીરો થકી જાણીએ કે આનંદીબેન પટેલના મંત્રી મંડળના મંત્રીઓ કઇ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.

નીતિન પટેલ
નીતિન પટેલ મહેસાણાના ધારાસભ્ય છે.

રમણલાલ વોરા
રમણલાલ વોરા ઇડરના ધારાસભ્ય છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકાના ધારાસભ્ય છે.

સૌરભ પટેલ
સૌરભ પટેલ અકોટાના ધારાસભ્ય છે.

ગણપત વસાવા
ગણપત વસાવા માંગરોળના ધારાસભ્ય છે.

બાબુ બોખિરિયા
બાબુભાઇ બોખિરિયા પોરબંદરના ધારાસભ્ય છે.

દીલીપ ઠાકોર
દીલીપ ઠાકોર મહેસાણા જિલ્લાના ચાણસમાના ધારાસભ્ય છે.

વસુબેન ત્રિવેદી
વસુબેન ત્રિવેદી દક્ષિણ જામનગરના ધારાસભ્ય છે.

પ્રદીપસિંહ જાડેજા
પ્રદીપસિંહ જાડેજા વટવાના ધારાસભ્ય છે.

છત્રસિંહ મોરી
છત્રસિંહ મોરી જંબુસરના ધારાસભ્ય છે.

જયદ્રથ સિંહ પરમાર
જયદ્રથ સિંહ પરમાર પંચમહાલ જિલ્લાના હાલોલના ધારાસભ્ય છે.

રજનીકાંત પટેલ
રજનીકાંત પટેલ બેચરાજીના ધારાસભ્ય છે.

ગોવિંદ પટેલ
ગોવિંદ પટેલ દક્ષિણ રાજકોટના ધારાસભ્ય છે.

નાનુભાઇ વાનાણી
નાનુભાઇ વાનાણી કતારગામના ધારાસભ્ય છે.

જંયતિ કવાડિયા
જંયતિ કવાડિયા ધ્રાંગધ્રાના ધારાસભ્ય છે.

જયેશ રાદડિયા
જયેશ રાદડિયા જેતપુરના ધારાસભ્ય છે.

શંકરભાઇ ચૌધરી
શંકરભાઇ ચૌધરી પાટણ જિલ્લાના વાવના ધારાસભ્ય છે.

તારાચંદ છેડા
તારાચંદ છેડા કચ્છ-માંડવીના ધારાસભ્ય છે.

બચુભાઇ ખાબડ
બચુભાઇ ખાબડ દેવગઢ બારિયાના ધારાસભ્ય છે.

કાંતિભાઇ ગામિત
કાંતિભાઇ ગામિત નિઝરના ધારાસભ્ય છે.

પુરુષોત્તમ સોલંકી
પુરુષોત્તમ સોલંકી, મજૂર અને રોજગાર ખાતાના રાજ્યકક્ષાના મંત્રી હતા.

પરબત પટેલ
પરબત પટેલ, હેલ્થ અને ફેમેલી વેલફેર, ટ્રાન્સપોર્ટ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી હતા.

વાસણ આહિર
વાસણ આહિર, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના રાજ્યકક્ષાના મંત્રી હતા.












Click it and Unblock the Notifications
