For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં મુખ્યમંત્રીએ પ્રિ કોશન ડોઝનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમૃતકાળ પ્રસંગે તા.૧પ જુલાઇથી ૭પ દિવસ સુધી દેશભરમાં ૧૮+ થી પ૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેન

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમૃતકાળ પ્રસંગે તા.૧પ જુલાઇથી ૭પ દિવસ સુધી દેશભરમાં ૧૮+ થી પ૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેના ભાગરૂપે ગુજરાતમાં આ પ્રિકોશન ડોઝની કામગીરીનો આરંભ ગાંધીનગર મહાનગરના સેકટર-ર૪, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.

Bhupendra Patel

આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૭પ દિવસ સુધી એટલે કે તા. ૩૦મી સપ્ટેમ્બર, ર૦રર સુધી જ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. એટલું જ નહિં, ૧૮-પ૯ વર્ષની વયજુથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા લોકો જ આ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ ગણાશે. ગુજરાતમાં તમામ જિલ્લા/કોર્પોરેશનમાં આ વયજુથના અંદાજે ૪ કરોડ લાભાર્થી પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ થનારા છે તેમને આ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ સેવાનો લાભ મળી શકશે.

રાજ્યના આરોગ્ય વિભાગે આ હેતુસર અંદાજીત ૩પ૦૦ કોવિડ વેક્સિનેશન સેન્ટરો પર ૧પ હજારથી વધુ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી છે. આ અભિયાન માટે કોવિશિલ્ડ વેક્સિનના અંદાજે ૩.પ૦ કરોડ ડોઝ અને કોવેક્સિનના પ૦ લાખ ડોઝ ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર રાજ્યમાં આ પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે વેક્સિન આપીને રૂ. ૭૦૦ કરોડથી વધુની ભેટ "આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત ગુજરાતને આપશે.

પ્રથમ અને બીજા ડોઝની જેમ જ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ સરકારી રસીકરણ કેન્દ્રો ઉભા કરીને પાત્રતા ધરાવતા તમામને પ્રિકોશન ડોઝ અપાશે અને આગામી ૭પ દિવસોમાં મહત્તમ લાભાર્થીઓને રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશન અન્વયે આવરી લેવામાં આવશે. કેન્દ્ર સરકારે આ વેક્સિનેશન ડ્રાઇવને મિશન મોડમાં દેશભરમાં ઉપાડી લેવાના દિશાનિર્દેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા છે.

તદઅનુસાર, પબ્લિક અને પ્રાયવેટ સેકટરના મોટા ઓફિસ કોમ્પલેક્ષ, ઉદ્યોગ ગૃહો, રેલ્વે સ્ટેશન, આંતરરાજ્ય બસ સ્ટેશન્સ, અને શાળા કોલેજોમાં સ્પેશ્યલ વર્કપ્લેસ વેક્સિનેશન કેમ્પ્સ યોજવા રાજ્ય સરકારોને જણાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો આરોગ્ય વિભાગ આ સંદર્ભમાં આગામી દિવસોમાં વ્યાપક કાર્ય આયોજન હાથ ધરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તા. ૧૪મી જુલાઇ-ર૦રર સુધીમાં ૧૮ થી વધુની વયના ૪ કરોડ ૯ર લાખ ર૭ હજાર એટલે કે ૯૯.૮૦ ટકા લાભાર્થીઓને પ્રથમ ડોઝ તેમજ ૪ કરોડ ૯૧ લાખ ૩૯ હજાર લાભાર્થીઓને બીજો ડોઝ અને અન્ય વયજૂથના મળીને સમગ્રતયા ૧૧ કરોડ ર૦ લાખ ૫૬ હજારથી વધુ વેક્સિન ડોઝ આપી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવવામાં આવી છે.

English summary
Free pre-cosion dose will be given for 75 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X