ગાંધીનગરની મહિલાઓએ શ્વાનો માટે બનાવ્યા 51 કિલોના લાડુ

ગાંધીનગર ખાતે ચાલતા કૃષ્ણ મંડળની ભક્ત બહેનો દ્વારા દર વર્ષે શ્વાનો માટે લાડવા બનાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ શિયાળામાં બરફ જેવી ઠંડીમાં ધ્રુજતા શ્વાનો માટે 51 કિલોના લાડુ બનાવ્યા હતા.
આ અંગે મંડળીની બહેનોનું કહેવું છે કે માણસોને ઠંડી અને ભૂખ લાગે તો તેઓ ગમે ત્યાંથી ખોરાક મેળવી લે છે. પ્રાણીઓ માટે આટલી ઠંડીમાં ખોરાક શોધવો મુશ્કેલ છે. આથી અમે લાડવા બનાવીએ છીએ અને ગલીના કૂતરાઓને ખવડાવીએ છીએ જેથી તેમનામાં ગરમી આવે અને શિયાળાની ઠંડી સામે રક્ષણ મળે.












Click it and Unblock the Notifications
