ગાંધીનગરનો રાયસણ પેટ્રોલ પંપ રોડ ‘પૂજ્ય હીરાબા માર્ગ' તરીકે ઓળખાશે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 જૂને 100 વર્ષના થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ' નામ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 જૂને 100 વર્ષના થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને 'પૂજ્ય હીરાબા માર્ગ' નામ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનાં બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટોલ પંપથી 80 મીટરના રોડને "પૂજ્ય હીરાબા માર્ગ" નામકરણ કરવાનું નક્કી કરાયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 100 વર્ષના થવા જઈ રહ્યા છે આગામી તારીખ 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે તે દિવસે જ તેમનો જન્મ દિવસ આવી રહ્યો છે ત્યારે આ દિવસે વડનગર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના નથી પરંતુ માતા હીરાબાના આશિર્વાદ માટે ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને જઈ શકે છે.
હીરાબા 100 માં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે વડનગર ખાતે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડના પાઠ કેતન થામલે શિવ આરાધના અનુરાધા પોડવાલ, ભજન જીતુ રાવલ, લોક હાસ્ય ગુણવંત ચુડાસમા, સંગીત નિયોજક પંકજ ભટ્ટ દ્વારા કરવામાં આવશે. શનિવારે હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર ખાતે આ કાર્યક્રમ યોજાશે.












Click it and Unblock the Notifications
