ટ્રકમાં માલની જગ્યાએ માટી મૂકી ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

Subscribe to Oneindia News

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાર ચોરને ઝડપી પાડ્યા છે, જે પહેલાં ટ્રકના ડ્રાઈવર સાથે મળીને ટ્રકમાં ભરેલ માલની જગ્યાએ રેતી ભરી દઇ માલ લઇને ભાગી જતા હતા. અમદાવાદના સાણંદ માં આવેલી એક કંપની દ્વાર જીરુ ભરી પોતાનું કન્ટેનર અમરેલી પીપાવાવ ખાતે મોકલવામાં આવી રહ્યું હતું. જીરુ ભરેલ કન્ટેનર સમયસર પીપાવાવ ન પહોંચતા ટ્રક માલિકને શંકા જતા ટ્રક માલિકે ટ્રકની તપાસ હાથ ધરી હતી. આ ટ્રક બિનવારસી હાલતમાં ભાવનગર ખાતેથી મળી આવી હતી. જો કે ટ્રકની તપાસ કરતાં તેમાંથી જીરાની જગ્યાએ માટી ભરેલી બેગ મળી આવી હતી. જે અંગે ટ્રક માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

gang of thieves

અહીં વાંચો - ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભીષણ આગના બનાવ

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં જીરા ભરેલી અન્ય એક ટ્રક ચેકિંગ દરમ્યાન મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં આ ટ્રકમાં ભરેલો માલ ચોરીનો હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ પણ ગુનો કબુલતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી મુદ્દા-માલ જપ્ત કરી લીધો હતો. પોલીસે મોહસીન ખોખર, ઇમરાનખાન ઉર્ફે આઈડી, મુસ્તાક ઉર્ફે હાંડી અને ઇમરાન ઉર્ફે પતલીને ઝડપી પાડ્યા હતા. પોલીસે 200 ગુણ જીરુ રૂ.7.44 લાખ અને ટ્રક સહિત 12.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ચોરી કરી ટૂંક સમય કમાવી આગળ વધવાના સપના જોનાર આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ ગયા છે.

English summary
Gang of thieves caught by Ahmedabad police.
Please Wait while comments are loading...