For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GeM પોર્ટલ દેશના વિકાસમાં ભાગીદાર બનાવે છે: ઉષા વાજપાઇ

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોર્ચા માટે કમલમ ખાતે GeM પોર્ટલનો વર્કશોપ યોજવામાં આવયો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા વિવિધ મોર્ચાઓ માટે મીટિંગોનો દરો ચાલી રહ્યો છે. ત્યારે મહિલા મોર્ચાની એક બેઠક ગાંધીનગર કમલમ ખાત

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોર્ચા માટે કમલમ ખાતે GeM પોર્ટલનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા વિવિધ મોર્ચાઓ માટે મીટિંગોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે મહિલા મોર્ચાની એક બેઠક ગાંધીનગર કમલમ ખાતે મળી હતી. જેમા ચૂંટણી લક્ષી વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જેમા GeM પોર્ટ પર વર્કશોપ યોજીને મહિલાઓને તેના અંગે માર્ગ દર્શન આપવાામાં આવ્યુ હતુ.

USHA VAIJPAI
રાષ્ટ્રીય Gem પોર્ટલ સંયોજક ઉષાબેન બાજપાઈ એ જણાવ્યું કે બહેનોને સ્વાવલંબી કરવા બહેનોને આત્મનિર્ભર બનાવવા ખૂબ જરૂરી છે. ઉષાબેન બાજપાઈ જી એ Gem પોર્ટલ અંગે બારીકાઈથી માહિતી આપી. GeM પોર્ટલના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં એક મોરપીંછ જ સાબિત થશે.

ડૉ દિપીકાબેન સરડવાજી એ GeM પોર્ટલ અંગે સંગઠનના તથા વિવિધ નાના ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને માહિતગાર કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર માટે ડિજિટલ માધ્યમથી ખૂબ સરળતાથી ભારતવર્ષનાં માર્કેટમાં મહિલાઓની ભાગીદારી માટે Gem પોર્ટલમાં મહિલાઓને સંપૂર્ણ ભારતનું માર્કેટ ઘરે બેઠા મળી રહે એ માટે ખુબ સુંદર પ્રયાસ છે. Gem પોર્ટલ ના માધ્યમથી મહિલાઓ ઓછી મહેનતે પરિવારને આર્થિક મદદરૂપ થઈ શકશે. બહેનો માટે આત્મ નિર્ભર બનાવવા આ એક ડિજિટલ પહેલ છે.

આ વર્કશોપમાં પબીબેન રબારી આત્મનિર્ભર ગુજરાતના જીવંત ઉદાહરણરૂપ હાજર રહી બહેનોને પોતાના આત્મવિશ્વાસ ને કેમ ટકાવી રાખવો અને કાચબાની ગતિ એ પણ મક્કમતાથી આગળ વધવા પ્રેરણા રૂપ સફળતાના પગલાં કેવી રીતે ચડ્યા તે અંગે માહિતી આપી. પબીબેન રબારી માત્ર ચાર ધોરણ ભણેલ હોવા છતાં આજે પબીબેન ડોટ.કોમ. ના માધ્યમથી ડિજિટલ માર્કેટમાં ખૂબ સારો વ્યાપાર કરે છે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલા મોરચો GeM પોર્ટલના માધ્યમથી બહેનોને પોતાની બનાવેલી વસ્તુ, ગૃહ ઉદ્યોગ માર્કેટિંગ કરી શકશે. અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.

English summary
GeM portal workshop for BJP Mahila Morcha was held at Kamalam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X