For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં દારૂ પર રાજકારણ ગરમાયું, ઠાકોર સેનાએ ચીમકી ઉચ્ચારી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં દારૂ પર રાજકારણ ગરમાયું, ઠાકોર સેનાએ ચીમકી ઉચ્ચારી

By Desk
|
Google Oneindia Gujarati News

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બે દિવસ અગાઉ દિયોદરના કોતરવાડા નજીક જનતા રેડ કરી દારૂની ભરેલ પિકઅપ વાન (નંબર- GJ02ZZ0207)ઝડપી પાડ્યું હતું. દારૂ ભરેલા વાહનના ચાલક રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચાંચોર તાલુકાના પાંચલા ગામના મનોજ કુમાર રામલાલ રબારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઝાંધલા ગામની સીમમાં કાર તેમજ બોલેરો તેમજ અન્ય વાહન લઈને આવેલા 15 શખ્સોએ કારમાં અપહરણ કર્યા બાદ મારામારી કરી ખિસ્સામાંથી 3300 રૂપિયા તેમજ દારૂની બોટલો લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. દારૂની પેટી જમીન પર નાખી ફોડી નાંખી હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

Recommended Video

ગુજરાત : ધારાસભ્ય ગેનીબેન જનતા રેડ મામલે ઠાકોર સેના મેદાનમાં

geniben thakor

આ ફરિયાદના આધારે દેવોદર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન જનતા રેડના મામલે થરાદ ખાતે ઠાકોર સેનાના યુવાનો મેદાને ઉતર્યા હતા. ઠાકોર સમાજના યુવાનો બહોળી સંખ્યામાં સરકારી ગેસ્ટ હાઉસથી રેલી રૂપી નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું. ઠાકોર સમાજના બે યુવાનો પર થયેલ ખોટી ફરિયાદ બાબતે તટસ્થ તપાસ કરવા ઠાકોર સમાજની માંગ ઉઠી છે. જો યોગ્ય તપાસ અને ન્યાય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

અત્યારે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની દારૂની રેડનો મામલો ગરમાયો છે. દારૂની ગાડી પકડનાર ધારાસભ્ય પર સ્થાનિકોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મોટાભાગના બુટલેગરો ગેનીબેન ઠાકોર સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ગેનીબેનના ભાઈ, પતિ અને અને પુત્ર પણ દારૂના ધંધામાં સંડોવાયેલા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બુટલેગરો પાસેથી હપ્તો લેતા હોવાનો પણ આરોપો લગાવ્યા છે. આ વીડિયો વાયરલ થતાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં દારૂ પર રાજકારણ ગરમાયું છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં ગેનીબેન ઠાકોર સામે લાગેલા આ આરોપો અતિ ગંભીર છે. દારૂનું દુષણ દૂર થવું જોઈએ પરંતુ ચૂંટણી નજીક હોય ત્યારે જ આપણા લોકલાડીલા નેતાઓને જનતા રેડ કરી દારૂનું દુષણ દૂર કરવાનું કેમનું યાદ આવી જાય છે? અત્યાર સુધી ગેનીબેન ઠાકોર કેમ આ મામલે શાંત બેઠાં હતાં? વગેરે સવાલોના જવાબ પણ ગેનીબેન ઠાકોરે આપવાના બાકી છે. સ્થાનિકોએ લગાવેલા આક્ષેપો મામલે પણ ગેનીબેન ઠાકોરે જનતાને જવાબ આપવો જોઈએ અને આ મામલે હકિકત શું છે તે જનતાને જાણવાનો પુરો અધિકાર છે.

English summary
Geniben Thakor accused of being associated with bootleggers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X