આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો રમી રહેલા પાંચ બુકીઓને ઘાટલોડીયા પોલીસે ઝડપી લીધા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગઇકાલે રાતના સમયે ઘાટલોડીયા પોલીસે ક્રિકેટ સટ્ટા બાતમીને આધારે મેમનગર ગુરૂકુળ રોડ પર આવેલા શાંતિનિકેતન કોમ્પ્લેક્સમાં ફેશન હબ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો અને જેમાં આઇપીએલ-2018ની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને રાજસ્થાન રોયલની ટીમ વચ્ચે રમાઇ રહેલી મેચ પર સટ્ટો રમી રહેલા નિતિન સરગરા ( 27) રહે. પ્રતાપકુંજ સોસાયટી વાસણા, સ્વપ્નીલ પટેલ (24) રહે. વેદાંત શ્રીજી કોમ્પ્લેક્સ સાયન્સ સીટી રોડ, સોલા, કિશન મેણીયા (20) રહે. વિશ્વાસ ફ્લેટ, થલતેજ, કાંતી પટેલ (34) રહે. સાશ્વત મહાદેવ હાઇટ વસ્ત્રાલ અને જીગ્નેશ પટેલ (25) રહે. હનુમાન પરૂ ઓગણજને ઝડપી લીધા હતા.

ahmedabad

પોલીસે સ્થળ પરથી સ્થળ પરથી રોકડ, આઠ મોબાઇલ ફોન, ત્રણ લેપટોપ અને ટેલીવીઝન મળીને કુલ રૂપિયા 3 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ઘાટલોડીયા પોલીસે જણાવ્યું હતુ કે અમે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આરોપીઓ કપડાની દુકાનની આડમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા અને આઇપીએલનો સટ્ટો કમિશન પર બુક કરીને મુંબઇ ખાતે લખાવતા હતા.

જ્યારે રવિવારે એલિસબ્રીજ પોલીસ સ્ટેશના પીઆઇ અપુર્વ પટેલને બાતમી મળી હતી કે નગરી હોસ્પિટલ સામે આવેલી અર્બન હોટલના રૂમ નંબર 202માં એક વ્યકિત ક્રિકેટ સટ્ટો રમીને બુક કરાવી રહ્યો છે. જેના આધારે દરોડો પાડવામાં આવતા રૂમ નંબર 202માંથી પોલીસને સુરેશભાઇ યાદવ રહે.અજમેર રાજસ્થાનને ઝડપી લીધો હતો. તેની પાસેથી એરટેલ કંપનીનું સેટટોપ બોક્સ, ટીવી, 25000ની રોકડ,.લેપટોપ અને ચાર મોબાઇલ ફોન મળી આવ્યા હતા. રાજસ્થાનથી સુરેશ યાદવ ખાસ ક્રિકેટ સટ્ટો રમવા માટે અમદાવાદ આવ્યો હતો અને કોઇને શંકા ન જાય તે માટે તેણે હોટલનો રૂમ ભાડે રાખ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રિકેટ સટ્ટાનું હબ ગણાય છે અને મુંબઇ બાદ સૌથી વધારે સટ્ટો અમદાવાદના બુકીઓ દ્વારા રમવામાં આવે છે. ત્યારે આઇપીએલની સીઝનમાં ખુબ જ મોટાપાયે સટ્ટો રમાતો હોવાની બાતમી પોલીસને મળી છે અને આ પ્રવૃતિ પર વોચ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.

English summary
Ghatlodiya police caught five bookies cricket betting on IPL

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.