For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોકરીઓને કપડાં બાબતે સલાહ આપતા ગુજરાત પોલીસના પોસ્ટરથી વિવાદ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 ઓગસ્ટ : ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણ પખવાડિયું શરૂ કરીને મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં પ્રયાસ કર્યો છે. જો કે મુખ્યમંત્રીની તસવીરવાળા અને છોકરીઓએ કેવાં કપડાં પહેરાવા જોઇએ તેવી સલાહ આપતા પોસ્ટરે વિવાદ સર્જ્યો છે. આ પોસ્ટર ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જાગૃતિ ફેલાવવા માટે છપાવ્યાં છે.

આ પોસ્ટરમાં ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે મહિલાઓ, યુવતીઓને 'અયોગ્ય કપડાં પહેરી બહાર ન નીકળો' કહીને જીન્સ અને ટી શર્ટ નહીં પહેરવાની અપ્રત્યક્ષ રીતે અપીલ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકારના મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર પોલીસે પોરબંદર શહેરમાં ઠેર ઠેર આવા પોસ્ટર લગાવડાવ્યા છે. આ પોસ્ટરમાં જીન્સ અને ટીશર્ટ્સ તથા શોર્ટ્સ પહેરેલી કેટલીક છોકરીઓની તસવીર છાપવામાં આવી છે.

gujarat-police-controvarsial-poster

સામાન્ય રીતે છોકરીઓએ શું કરવું, શું નહીં, શું પહેરવું શું નહીં તેનું માર્ગદર્શન પરિવારમાંથી આપવામાં આવતું હોય છે. ત્યાર બાદ ખાપ પંચાયતો કે ઉગ્રવાદી સંગઠનો આ પ્રકારની સૂચના આપતા હોય છે. ગુજરાતના કિસ્સામાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાની જવાબદારી સંભાળનાર પોલીસ તરફથી આવેલી આ પ્રકારની અપીલે વિવાદ ઉભો કર્યો છે.

આ પોસ્ટરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને તેમની સરકાર સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. ચર્ચાઇ રહ્યું છે કે એક તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાતંત્ર દિને પોતાના ભાષણમાં લોકોને તેમના દીકરાઓને સમજાવવા અને નજર રાખવાની અપીલ કરી રહ્યા છે જેથી દેશમાં છોકરીઓ પર બળાત્કાર ના થાય અને તેઓ સુરક્ષિત રહે.

બીજી તરફ ગુજરાતમાં છોકરીઓએ બળાત્કારથી બચવા શું કરવું તેની સલાહ આપવામાં આવી રહી છે. આ પહેલા પણ નેતાઓ તરફથી આવા નિવેદનો આવીને વિવાદ ઉભા થતા રહ્યા છે.

છોકરીઓના કપડાં અંગેના વિવાદાસ્પદ નિવેદનો

પબમાં જવા પર પ્રતિબંધ
થોડા દિવસ પહેલા ગોવાની ભાજપ સરકારના પીડબલ્યુડી પ્રધાન સુદીન ધવાલીકરે જણાવ્યું હતું કે છોકરીઓના નાના કપડાં પહેરીને પબમાં જવા પર પ્રતિબંધ મૂકવો જોઇએ.

ફેશનને કારણે બળાત્કારની ઘટના થાય છે
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે નાના કપડાં અને છોકરીઓ દ્વારા કરવામાં આવતી ફેશનને કારણે બળાત્કારની ઘટના બને છે.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ka8Uf1knUJQ" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Girl clothing awareness poster by Gujarat Police create controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X