For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર મનપાનું 284 કરોડનું બોજા રહિત ડ્રાફ્ટ બજેટ કમિશનરે રજૂ કર્યું

ગાંધીનગર મહાનગરપાલિકાનું 284 કરોડનું બજેટ રજૂ થયું

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર મહાનગરપાલિકાનું ૨૦૧૯-૨૦ના વર્ષનું ડ્રાફ્ટ બજેટ કમિશનર દ્વારા સામાન્ય સભામાં રજૂ કરાયું હતું. મનપાના કમિશનર રતનકંવર એચ. ગઢવીચારણએ રૂ. ૨૮૩ કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. બજેટમાં ૨૦૧૮-૧૯ની પ્રારંભિક સિલક ૧૧.૩૬ કરોડ મળીને રૂ.૩૩.૮૮ કરોડની પૂરાંતમાંથી રૂ. ૨૫ કરોડને કેપિટલ બજેટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને તેમાંથી રૂ. ૨૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી કામગીરીઓ હાથ ધરાશે. આમ છતાં એકંદરે રૂ.૮૦ લાખની સરપ્લસ રહેવાનો અંદાજ છે. ડ્રાફ્ટ બજેટની દરખાસ્તોમાં સુધારા-વધારા કે નવી દરખાસ્ત હોય તો મ્યુનિ. હોદ્દેદારો અને બંને પક્ષના સભ્યો ૧૯મી ફેબ્રુઆરીએ યોજાનારી આગામી સામાન્ય સભામાં રજૂ કરશે.

બજેટમાં નવા કોઇ કરવેરા નથી નંખાયા

બજેટમાં નવા કોઇ કરવેરા નથી નંખાયા

રજૂ થયેલા નવા ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનો પર નવા કરવેરા નાખ્યા સિવાય પ્રજાલક્ષી કામગીરીઓ પર ભાર મૂકાયો છે. બજેટની દરખાસ્તો પર નિર્ણય માટે આગામી ૧૯મી ફેબ્રુઆરીએ સામાન્ય સભા યોજાવાની છે ત્યારે કાઉન્સિલરો દરખાસ્ત રજૂ કરી તેના પર ચર્ચા કરી શકશે. ગત વર્ષે નગરજનો પર બે નવા કરવેરા નાખ્યા બાદ આગામી બજેટમાં કોઈ નવું ભારણ નાખવામાં આવ્યું નથી. જો કે કર વસૂલાતને ચુસ્ત બનાવી આવક વધારવા પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્તમાન વર્ષમાં મિલકત વેરા દંડનીય વ્યાજની આવક રૂ. ૬૫ લાખ રહેવાનો અંદાજ છે, જેને વધારીને આગામી વર્ષ માટે રૂ. ૧.૫૦ કરોડ કરવામાં આવ્યો છે.

સફાઇ પર વધારે ધ્યાન અપાયું

સફાઇ પર વધારે ધ્યાન અપાયું

બજેટમાં માર્ચ સુધીમાં રૂ.૨૦.૩૦ કરોડનો મિલકત વેરો પ્રાપ્ત થવાની શક્યતા છે. જે, આગામી વર્ષે ૨૪ કરોડના મિલક વેરાની વસૂલાતનો લક્ષ્યાંક રખાયો છે. ગત બજેટથી શરૂ થયેલા વ્હિકલ ટેક્સમાં રૂ. બે કરોડની આવક થવાની ધારણા હતી, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષમાં તેને વધારી રૂ.૨.૭૭ કરોડ અને વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ત્રણ કરોડે પહોંચાડવા આયોજન કરાયું છે. ડોર ટૂ ડોર સફાઈ વેરામાં વર્ષ દરમિયાન રૂ. બે કરોડ પ્રાપ્ત થવાની અપેક્ષા હતી, પરંતુ માત્ર રૂ. ૧.૨૩ કરોડની આવક થવાનો અંદાજ છે. આગામી નાણાકીય વર્ષમાં તેને રૂ. બે કરોડ કરવા આયોજન હાથ ધરાયું છે. વ્યવસાય વેરાની વસૂલાતને વધુ ચુસ્ત બનાવી રૂ. ૭.૫૦ કરોડની આવક મેળવવાની આશા બજેટમાં વ્યક્ત થઈ છે. તો સાફ સફાઇ માટે પણ બજેટમાં સૌથી વધુ ખર્ચ થશે. વર્ષ ૨૦૧૯-૨૦માં ડોર ટૂ ડોર કચરો ઉપાડવા તથા શહેરના મુખ્ય-આંતરિક માર્ગોની સફાઈ માટે રૂ.૨૨.૧૫ કરોડનો ખર્ચ થવાનો અંદાજ કરાયો છે.

ફાયર બ્રિગેડમાં સવલત ઉભી કરવા જોગવાઇ

ફાયર બ્રિગેડમાં સવલત ઉભી કરવા જોગવાઇ

બજેટમાં ફાયર બ્રિગેડને અદ્યતન બનાવવા માટે નવા વાહનો અને સાધનો વસાવવા ચાર કરોડનો ખર્ચ થશે. આ સાથે લાંબા સમયથી પડતર રહેલું મનપા હસ્તકના દવાખાનાના નવીનીકરણનું કામ પણ આગળ વધશે. ચાર દવાખાનાના નવીનીકરણ માટે રૂ. બે કરોડ તથા દરેકમાં ફિઝિયોથેરાપી સેન્ટર ઊભું કરવા બે કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે. ગાંધીનગરમાં પાર્કિંગની સમસ્યા ઉભી ન થાય તે માટે દરેક શોપિંગ સેન્ટરની સામે તથા જાહેર જગ્યાઓ પર પાર્કિંગની સુવિધા ઊભી કરવા ત્રણ કરોડનો ખર્ચ થશે. સ્થાનિક રહેવાસીઓને પડતી પાર્કિંગ, ટ્રાફિક, ઘોંઘાટ અને દુર્ગંધ જેવી સમસ્યાઓમાંથી મુક્ત કરવા આયોજન કરાયુ છે. શહેરના વિવિધ સેકટરોની સોસાયટીમાં જરૂરિયાત મુજબ સીસી રોડ બનાવવા એક કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. તેમજ સેકટર-૨, ૭ તથા અન્ય વિસ્તારોમાં કોર્પોરેશન હસ્તકના બગીચાઓને વિકસાવવા ત્રણ કરોડનો ખર્ચ બજેટમાં અંદાજવામાં આવ્યો છે.

ગુજરાત: 800 એકડ સરકારી જમીન ઘોટાળાની ભેટ, 3 સસ્પેન્ડગુજરાત: 800 એકડ સરકારી જમીન ઘોટાળાની ભેટ, 3 સસ્પેન્ડ

English summary
GMC draft budget present before standing committee, municipal commissioner present it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X