For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપાલકૃષ્ણ ગાંધીએ પ્રવાસી ભારતીય દિવસના આમંત્રણનો કર્યો અસ્વિકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 જાન્યુઆરી: સરકારે આજે કહ્યું કે તેમણે મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને 13મા પ્રવાસી ભારતીય દિવસ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું પરંતુ તેમણે પહેલાંથી જ કેટલાક કાર્યક્રમોનો હવાલો આપતાં તેનો સ્વિકાર કર્યો નહી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર ટીકાકાર છે.

દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીના ભારત પુનરાગમનને 100 વર્ષ પુરા થતાંની સાથે આયોજિત આ ત્રણ દિવસીય કાર્યક્રમની થીમ સમાજમાં મહાત્મા ગાંધીના યોગદાનની આસપાસ ગુંથવામાં આવી છે.

gopalkrishna-gandhi

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને અહીં સંવાદદાતાને કહ્યું, અમે ફક્ત અનુરોધ કરી શકીએ છીએ, એટલા માટે પુષ્ટિ કરી શકું છું કે ગોપાલકૃષ્ણ ગાંધીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ગાંધી પશ્વિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ છે. તેમના આજના આયોજન, 'યૂથ ઓરિએન્ટશન'માં બોલવાનો અનુરોધ કરવામાં આવ્યું હતું, જેનો વિષય હતો યુવાનો માટે ગાંધીજીની પ્રાસંગિકતા મહત્વ અને પરિપ્રેક્ષ્ય. તેમણે કહ્યું કે દુભાગ્યવશ, કેટલીક જૂની પ્રતિબદ્ધતાઓના કારણે તે અનુરોધ સ્વિકાર કરી શક્યા નહી.

English summary
Gopalkrishna Gandhi West Bengal governor rejects Narendra Modi Govermet's invitation 13th Pravasi Bharatiya Divas function.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X