ગ્રામ પંચાયત ચૂંટણી: નસવાડીમાં ઉમેદવારોને મળ્યા ઝીરો મત, ખુદનો મત પણ ના મળ્યો
ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીના પરિમાણો જાહેર થઈ રહ્યા છે ત્યારે નસવાડી તાલુકાના બરોલી ગ્રામ પંચાયતમા વોર્ડ નંબર 5 માં મમતાબેન જયેશભાઇ ને સભ્ય પદમાં ઝીરો મત મળ્યો જ્યારે બરોલીના વોર્ડ નંબર 6 માં હર્ષદ
ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીના પરિમાણો જાહેર થઈ રહ્યા છે ત્યારે નસવાડી તાલુકાના બરોલી ગ્રામ પંચાયતમા વોર્ડ નંબર 5 માં મમતાબેન જયેશભાઇ ને સભ્ય પદમાં ઝીરો મત મળ્યો જ્યારે બરોલીના વોર્ડ નંબર 6 માં હર્ષદભાઈ ગોરધન ભાઈ ભીલ ને ઝીરો મત મળ્યા હતા.

ઉમેદવારોને કદાચ મતદારો મત ના આપે તો તે સમજી શકાય તેવી વાત છે પણ આ બે ઉમેદવારોના ઝીરો મત આવ્યા છે અને તે દર્શાવે છે કે, તેમણે પોતે પણ પોતાને મત આપ્યા નહોતા.
આજે મતગણતરી હાથ ધરવામાં આવી અને મત પેટીઓ ખોલવામાં આવી ત્યારે આ બંને ઉમેદવારને ઝીરો મત મળ્યા હોવાનુ જાહેર થયુ ત્યારે મતગણતરી મથકમાં પણ હાસ્યનુ મોજુ ફરી વળ્યુ હતુ.












Click it and Unblock the Notifications
