ગુજરાતમાં તૈયાર થઇ છે ભારતની પહેલી 'ગ્રીન સ્પોર્ટ્સ' કાર
ગાંધીનગર, 1 ડિસેમ્બર: ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં શુક્રવારે ઑટો-શો ગુજરાત-2014નો પ્રારંભ થયો. આ ત્રણદિવસીય ઑટો-શોમાં દક્ષિણ કોરિયાએ પાર્ટનર કંટ્રીના રૂપમાં ભાગ લીધો હતો.
ઑટો શોમાં બીએમડબ્લ્યૂ, રૉલ્સ રોયસ, જૈગુઆર, ટાટા, મહિન્દ્રા, મારૂતિ, હુંડાઇ, હાર્લિ-ડેવિડસન જેવી કંપનીઓએ પોતાના એક-એકથી ચઢિયાતા મોડલ રજૂ કર્યા હતા. પરંતુ આ બધી કંપનીઓ વચ્ચે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હતી ભારત ફર્સ્ટ 'ગ્રીન સ્પોર્ટ્સ કાર'. આ કારની ડિઝાઇન ગુજરાતાં જ થઇ છે. કાર અમદાવાદની કંપની ગોલ્ડન એયરો વાયરલેસ પ્રાઇવેટ લિમિટેડે તૈયાર કરી છે.

ભારતની આ પ્રથમ ગ્રીન કાર અત્યારે ઑટો મોબાઇલ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયા (એઆરએઆઇ)ની મંજૂરીની રાહ જોઇ રહી છે. કાર ડિઝાઇન કરનાર કંપનીનો દાવો છે કે કારની બેટરી એકવાર ચાર્જ કર્યા બાદ 1000 કિમી સુધી ચાલશે. તેને મેક્સિમમ સ્પીડ 150 કિમી પ્રતિકલાક છે. કંપનીએ કારના ત્રણ મોડલ તૈયાર કર્યા છે. પહેલી કારમાં લીડ એસિડ, બેટરી, બીજી કારમાં લીથિયમ આર્યન બેટરી અને ત્રીજી કારમાં સુપર કેપેસીટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શૉ દરમિયાન એક રૉક શો, ડિઝાઇન, સ્પર્ધા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીન સ્પોર્ટ્સ કાર સિવાય રોલ્સ રોયસ, બીએમડબ્લ્યૂ, મારૂતિ, હુંડાઇ કાર ઉપરાંત ઇલેક્ટ્રોનિક બાઇક્સના પણ મૉડલ રજૂ કરવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
