વલસાડની કકવાડી શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ
હૈદરાબાદ ખાતે ગ્રીન યોર સ્કૂલ કોન્ટેસ્ટ અંતર્ગત ગ્રીન બિલ્ડીંગ IGBC ગ્રીન સ્કૂલ એવોર્ડનું આયોજન કરાયું હતું. ગ્રીન એન્ડ સસ્ટેઇનેબલ સ્કૂલની સ્પર્ધામાં દેશની 380 શાળાએ ભાગ લીધો હતો. જેના પ્રથમ રાઉન્ડ બાદ હૈદરાબાદ, ગુજરાત,
હૈદરાબાદ ખાતે ગ્રીન યોર સ્કૂલ કોન્ટેસ્ટ અંતર્ગત ગ્રીન બિલ્ડીંગ IGBC ગ્રીન સ્કૂલ એવોર્ડનું આયોજન કરાયું હતું. ગ્રીન એન્ડ સસ્ટેઇનેબલ સ્કૂલની સ્પર્ધામાં દેશની 380 શાળાએ ભાગ લીધો હતો. જેના પ્રથમ રાઉન્ડ બાદ હૈદરાબાદ, ગુજરાત, રાજસ્થાન, ઓડિસા અને દિલ્હીની કુલ 8 શાળાની પસંદગી થઇ હતી. આ 8 શાળામાંથી ટોપ 3ની પસંદગી માટે ઓનલાઇન વર્ચ્યુઅલ મોડથી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળા કકવાડીના પ્રેઝન્ટેશન નેશનલ કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યુ હતું. ગ્રીન સ્કૂલ એવોર્ડ અને 4 લાખ ઇનામ એનાયત કરાયુ હતું. વલસાડની સાથે ગુજરાતનું પણ રાષ્ટ્રીય સ્તરે કકવાડીની પ્રાથમિક શાળાએ ગૌરવ વધારતા રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરિયમમાં શાળાના આચાર્ય ચેતન પટેલ અને 3 વિદ્યાર્થીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગ્રીન એન્ડ સસ્ટેઇનેબલ શાળામાં બાળકોની કુલ ૬ ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં હવા, પાણી, જમીન, ઉર્જા, મકાન અને વેસ્ટનો સમાવેશ કરાયો હતો. ટીમ લીડર તરીકે શિક્ષકોની નિમણૂક કરાઈ હતી અને તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં સારી આદતો તેમજ પ્રકૃત્તિ જાળવણી વિશેની ટેવોનો વિકાસ થાય. શાળા દ્વારા ઊર્જા અને પાણી બચાવવા માટેના અવેરનેશ કેમ્પેઇન જેવા આઇડિયાને પ્રેઝન્ટ કરી શાળાએ ગ્રીન સ્કૂલનો એવોર્ડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી 4 લાખ રૂપિયાનું રોકડ ઇનામના હકદાર બન્યા છે.












Click it and Unblock the Notifications
