For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ૫૦ લાખ પશુઓને પશુ રસીકરણ કાર્યક્રમ હેઠળ આવરી લેવાશે

|
Google Oneindia Gujarati News

animal-vaccination
નવસારી, 24 એપ્રિલ : રાજયમાં આગામી સમય દરમિયાન યોજાનારા કૃષિ મહોત્સવનાં કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાઓ અને ઘરે ઘરે ફરી 50 લાખ પશુઓને પશુ રસીકરણ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવશે, એમ કૃષિ અને પશુપાલન મંત્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું હતું.

ગણદેવી તાલુકાના ગણદેવા મુકામે નવસારી ખાતે આગામી સમયમાં કરવામાં આવનારી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન પશુપાલનનાં માધ્યઉમથી ધબકતા થયેલા ગ્રામીણ અર્થતંત્રનો ચિતાર રજૂ કરીને ગ્રામ્ય વિસ્તારોના આર્થિક સ્વાવલંબન માટે પશુપાલન અગત્યનું પરિબળ સાબિત થયું હોવાનું જણાવ્યું હતું.

તેમણે કૃષિ પ્રધાન દેશનું અર્થતંત્ર મજબૂત કરવું હશે તો કૃષિને મજબૂત કરવી પડશે એમ જણાવી ગુજરાતે કૃષિક્ષેત્રે સર કરેલા સોપાનોની વિસ્તૃત છણાવટ કરી હતી. વધુમાં બોખીરીયાએ જીરૂ, કપાસ, વરિયાળી જેવા પાકોનું મેળવવામાં આવતુ મબલખ ઉત્પાદન કૃષિ મહોત્સવને આભારી હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મંત્રી બાબુભાઇ બોખીરીયા સહિતના મહાનુભાવોએ રૂપિયા 2 લાખના ગણદેવા આહિર ફળિયા રોડ રૂપિયા 75 લાખના ગણદેવા મીણચ્છર, મુખ્ય રસ્તાથી વાયા નહેર તથા પટેલ ફળિયા રોડ, રૂપિયા 7 લાખના આંગણવાડી કેન્દ્ર અને રૂપિયા 2.25 લાખની બોર પંપ કેબિન, ટાંકી મળીને કુલ રૂપિયા 86.25 લાખના 4 વિકાસકામોનું તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું.

નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં નવસારી શહેર તથા જિલ્લામાં થઇ રહેલા વિકાસકામોનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે વિશાળ સંખ્યામાં ગૌરવ દિવસની ઉજવણીમાં સામેલ થવા સૌને આહવાન કર્યુ હતું.

પાણી પુરવઠા મંત્રીએ ગણદેવીના ધારાસભ્ય મંગુભાઇ પટેલની સાથે સુચિત વાઘારો ટાઇટલ ડેમના સ્થળની મુલાકાત લીધી હતી. ગ્રામજનોને તેમની માંગણી આગામી સમયમાં પુરી કરવાની પણ મંત્રીએ હૈયાધારણ આપી હતી.

English summary
50 million cattle will be covered animal vaccination program in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X