For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત નરેન્દ્ર મોદીએ સેટ કરેલા ઓટો પાયલટ મોડ પર ચાલે છે : આનંદીબેન પટેલ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી : આજે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015ના સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા ન હતા. તેમણે પોતાની સમાપન સ્પીચમાં નરેન્દ્ર મોદીના કુશળ વહીવટ, દૂરંદેશી અને અધિકારીઓને આપેલી સુપર તાલીમના વખાણ કરતા જણાવ્યું હતું કે મોદીજીના આયોજનને કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015નું આયોજન ઓટો પાયલટ મોડ પર થયું હોય તેવું મને લાગ્યું છે.

તેમણે આ વખાણની શરૂઆત કંઇક આ રીતે કરી હતી. 'વાઇબ્રન્ટ ગુજરાતની આ સાતમી સમિટ છે, પરંતુ આ મારી પ્રથમ સમિટ છે. આ પ્રથમ એવી સમિટ છે કે જેમાં નરેન્દ્રભાઇની ગેરહાજરીમાં સમગ્ર તૈયારી કરવામાં આવી હતી. જો કે અમને આનંદ છે કે આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ હાજરી આપીને પ્રોત્સાહન આપ્યું છે.'

આનંદીબેન પટેલે મોદીના વખાણ કરતા જણાવ્યું કે 'અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીને પગલે તેમણે સમિટનો વ્યાપ વધારવા નિરંતર પ્રયાસો કર્યા છે. મોદીજીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દરેક કાર્ય એવી રીતે તૈયાર થયા છે કે હવે તે ઓટો પાયલોટ મોડમાં ચાલી રહી છે.'

anandiben-patel-fix-pay

આ સમિટમાં પાર્ટનર બનનારા દેશો, જે તે ઉદ્યોગોના એક્સપર્ટ્સનો હું આભાર માનુ છું. 7થી 9 જાન્યુઆરીએ આયોજિત પ્રવાસી ભારતીય દિવસ પણ અમારા માટે મહત્વનો રહ્યો. મહાત્મા ગાંધીની સ્વદેશ આગમનની 100મી વર્ષગાંઠે આ ઇવેન્ટને ખાસ બનાવી હતી. આ ઉપરાંત કાઇટ ફેસ્ટિવલનું પણ શાનદાર આયોજન કરવામાં આવ્યું. આ બધા માટે સરકારી અધિકારીઓનો આભાર માનુ છું.

આ ઇવેન્ટને કારણે અમારા યુવાનોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. તેમની પાસે સાહસ અને કૌશલ્ય વિકસ્યું છે. તેમની પાસે ગ્લોબલ એક્સપોઝરની કમી હતી જે અમે તેમને ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત થિમેટિક સેમિનારમાં અનેક નવા માર્ગો શોધીએ છીએ. વાઇબ્રન્ટ ગુજરાતના જેટલા લાભો સપાટી પર દેખાય છે તેનાથી વધારે લાભો ઉંડાણમાં જોવા મળે છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા સામાન્ય નાગરિકોને મીઠા ફળ આપી શકાય છે. અમે આ યાત્રાને તેજ ગતિએ આગળ લઇ જવા માંગીએ છીએ. આ માટે અમે ગતિશીલ ગુજરાત કાર્યક્રમ તૈયાર કર્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી અમે આર્થિક વિકાસની સાથે ગરીબ વ્યક્તિને વિકાસના મીઠા ફળ મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. મને આશા છે કે આ સમિટ દરમિયાન આપની ગુજરાત યાત્રા સફળ રહી હશે અને અહીંથી નવું શીખીને જશો. આપ મને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક સાધી શકો છો.

આ સમિટમાંથી વિશ્વ, ભારત, ગુજરાત અને ઇન્વેસ્ટરને શું મળ્યું તે હવે હું આપને જણાવવા માંગુ છું. આ એવું પ્લેટફોર્મ છે જે દુનિયાને મંદીના સકંજામાંથી બહાર કાઢવા માટે બળ મળ્યું છે. આ પ્લેટફોર્મમાંથી મેક ઇન ઇન્ડિયા માટે સહયોગ મળશે. આ સમિટથી ગુજરાતની વિકાસયાત્રા નવી ઊંચાઇઓ સ્પર્શશે.

વિવિધ ક્ષેત્રોમાં થયેલા કરારો ગુજરાતને સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરશે. ગુજરાતની જેમ ભારતમાં પણ ઇન્વેસ્ટર ફ્રેન્ડલી માહોલ ઉભો થશે. ઇન્વેસ્ટર્સને રોકાણની પ્રક્રિયાનું સરળીકરણ થશે, સરળ નીતિઓ હશે અને તેમને વધારે લાભ પ્રાપ્ત થશે.

વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયાને સાકાર કરવામાં પણ તે મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત સાથે યુએસએ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે. વર્લ્ડ બેંક ગુજરાત સાથે સ્વચ્છતા મિશન અને સ્માર્ટસિટી સાથે સહયોગ કરશે.

આપના મૂડીરોકાણને અમે ફળ આપે તેવું કરીશું. અમે સૌનો સાથ, સૌનો વિકાસ કરીને આગળ વધીશું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.

English summary
Gujarat CM Anandiben praises PM Narendra Modi for super training for autopilot mode of Vibrant Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X