For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં લઘુ-મધ્યમ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે અલગ સેલ બનશે

|
Google Oneindia Gujarati News

sme
ગાંધીનગર, 12 જાન્યુઆરી : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2013ના બીજા દિવસે આજે મહાત્મા મંદિરમાં SME (સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝીસ)નું કન્વેન્શન યોજવામાં આવ્યું હતું. આ વિશાળ SME કન્વેન્શનમાં ભારતભરના લઘુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ ગુજરાત સરકારમાં લઘુ ઉદ્યોગના વિકાસના સાતત્યપૂર્ણ વિસ્તાર અને પ્રશ્નોના ઉકેલ માટે ઉદ્યોગ વિભાગનું ખાસ સેલ ઉભું કરવાની જાહેરાત કરી હતી.

ઉત્તમ લઘુ ઉદ્યોગ સાહસિકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્રો એનાયત કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મેન્યુફેકચરીંગ સેકટરમાં લઘુ ઉદ્યોગ ક્ષેત્રએ પોતાની ક્ષમતા પુરવાર કરી છે, પરંતુ તેના સર્વગ્રાહી સર્વપોષક વિકાસ માટેનું ચિંતન થતું નથી. લઘુ ઉદ્યોગોના વિકાસ આડેના અનેક નાના-મોટા પ્રશ્નોના ઉકેલ માટે છૂટક - ત્રુટક પ્રયાસો કામિયાબ બનવાના નથી. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સ્પર્ધાત્મક બજારોમાં પ્રભાવક બનાવવા સમયાનુકુળ ટેકનોલોજી અને રીસર્ચ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા ઉપર મુખ્યમંત્રીએ ખાસ ભાર મુકયો હતો.

આપણે આપણી SME બ્રાન્ડ ઇમેજ ઉભી કરીને દુનિયાના બજારમાં છવાઇ જવાનું છે. "મેઇડ ઇન ગુજરાત - ઇન્ડિયા"ની SME મેન્યુફેકચરીંગ બ્રાન્ડ એવી વિશ્વસનિયતા ઉભી કરશે જે ગુજરાતની SMEના સામર્થ્યની નવી ઓળખ બનાવશે એવું આહ્વાન તેમણે કર્યું હતું.

English summary
Gujarat government will starts separate cell for small medium cottage industries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X