Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વડોદરા નજીક કરખડી ગામની વાવનું પાણી બન્યું ચમત્કારી, પાણી લેવા દર્દીઓની 4 કિમી લાંબી લાઇન

વડોદરા, 23 સપ્ટેમ્બર : કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યા પુરાવાની જરૂર હોતી નથી. આ ગુજરાતી કહેવતને સાચી પુરવાર કરતી એક ઘટના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામે બની છે. કાગનું બેસવું અને ડાળનું તુટવું એવી કહેવતની જેમ ગણેશ ચતુર્થીના રોજ વર્ષોથી સુક્કી ભઠ્ઠ અને અવાવરૂ બની રહેલી વારાહી માતા મંદિરની વાવમાં પાણી ફૂટ્યું હતું. આ પાણી એક કેન્સરગ્રસ્ત દર્દીએ પીતા તેને ઘણી રાહત મળી છે. આથી આ વાવનું પાણી ચમત્કારી છે અને ગમે તેવી બિમારીમાં અક્સીર ઇલાજ આપે છે એવા સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે પ્રસરી ગયા હતા. આ ઘટનાના પડઘા કેવા પડ્યા અને કેવી અસર થઇ તે જાણવા આગળ ક્લિક કરો...

વારાહી માતાના ભક્તને આવ્યું સ્વપ્ન

વારાહી માતાના ભક્તને આવ્યું સ્વપ્ન


કરખડીના વારાહી માતાના મંદિરમાં આવેલી અવાવરૂ વાવમાં પાણી આવ્યાં છે એવું સ્વપ્ન વાઘોડિયામાં રહેતા માતાજીના એક ઉપાસકને આવ્યું હતું. તેમણે આ વાત પોતાના સંબંધીને કહીને કરખડીની વાવમાં તપાસ કરાવતા વાત સાચી પડી હતી. ત્યાર બાદ વાવમાં પાણી આવ્યાની જાણ કરખડી ગામના લોકોને કરવામાં આવી હતી.

પાણી મેળવવા 4 કિલોમીટરની લાઇન

પાણી મેળવવા 4 કિલોમીટરની લાઇન


ચમત્કારી પાણીના સમાચાર મળતા જ મફતમાં મળતું વાવનું પાણી બોટલો ભરી ભરીને લઇ જવા માટે લોકોના ટોળે ટોળા કરખડી ગામના વારાહી માતાના મંદિરે ઉમટી પડ્યા છે. આ વાતની અસર એટલી પ્રભાવી રીતે પડી છે કે હવે આ જળ મેળવવા માટે લોકોની 4 કિલોમીટર લાંબી લાઇન લાગી ગઇ છે.

દર મંગળવાર અને રવિવારે ભીડ જામે છે

દર મંગળવાર અને રવિવારે ભીડ જામે છે


ગણેશોત્સવ પૂરો થયો ત્યારથી કરખડી ગામે રવિવારે અને મંગળવારે ત્રણથી ચાર હજાર લોકો આ વાવના દર્શન કરવા તથા પાણી લેવા ઉમટી પડે છે અને બોટલમાં પાણી ભરી સ્વજનો માટે લઇ જઇ રહ્યાં છે. હજારો દર્દીઓ માટે હવે કરખડીનું વેરાઇમાતાની વાવાનું જળ જાણે દવા બની ગયું છે.

સૂકી વાવમાં 40 ફૂટ પાણી આવ્યું

સૂકી વાવમાં 40 ફૂટ પાણી આવ્યું


ગુજરાતમાં આ સીઝનનો વરસાદ પડ્યો એ પહેલા વાવ સૂકી ભઠ્ઠ અને અવાવરૂ હતી. પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે જ તેમાં અવારો ફુટ્યો અને વાવમાં 30થી 40 ફૂટ પાણી આવી ગયું છે.

વાવ અંદાજે 400 વર્ષ જુની

વાવ અંદાજે 400 વર્ષ જુની


સ્થાનિક લોકોના અંદાજ મુજબ આ વાવ 400 વર્ષ જુની છે. વાવનું બાંધકામ આજે પણ મજબુત છે. વાવની ઇમારતમાં આકર્ષક કોતરણી પણ છે. લોક વાયકા પ્રમાણે વણજારાએ બનાવાયેલી વાવ હવે તીર્થ અને શ્રધ્ધાનું કેન્દ્ર બની છે. વાવ જમીનના લેવલથી આશરે 200 ફુટ જેટલી ઉંડી છે.

વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી

વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી


ચમત્કારી પાણી લેવા આવતા મુસાફરોને ગામના વયોવૃધ્ધો, યુવકો, યુવતીઓ સહિત બાળકો મળી આશરે 1500 થી વધુ લોકો વહેલી સવારથી સેવા આપતા હોય છે. તેમને 4 કિલોમીટરના રસ્તામાં પાણી, છાસ વગેરેની મફત સેવા પુરી પડાય છે. રવિવારે અચાનક લોકોનો ધસારો વધી જતાં પાદરા અને વડુ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દર્શનનો સમય નક્કી કરવો પડ્યો

દર્શનનો સમય નક્કી કરવો પડ્યો


વાવનું પાણી લેવા આવતા શ્રદ્ધાળુઓ હવે વારાહી માતાના દર્શન પણ કરતા જાય છે. આથી છેલ્લા 20 દિવસથી તેમાંય છેલ્લા એક સપ્તાહથી ભક્તોનો ધસારો વધુ હોવાથી અને આ મંદિર તેમજ શ્રદ્ધાળુઓની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિકો અને મંદિર તરફથી ભક્તો માટો દર્શનનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો હતો. હવે પછી દર્શનનો સમય સવારના 6 થી રાત્રીના 8 કલાક સુધી નક્કી કરાયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X