For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહનોના રજિસ્ટ્રેશનમાં 500%નો વધારો

અમેરિકી ઈલેક્ટ્રીક કાર નિર્માતા કંપની ટેસ્લા હવે ગુજરાતમાં પણ પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી ઈલેક્ટ્રીક કાર નિર્માતા Teslaએ હાલમાં જ બેંગલુરુમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ નામથી એક સહાયક કંપની તરીકે રજિસ્ટ્રેશન કરીને પોતાની ભારતમાં એન્ટ્રીની પુષ્ટિ કરી હતી. હવે તે ગુજરાતમાં પણ પોતાની બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે. જેના કારણે રાજ્યમાં ઈ-વાહનોના રજિસ્ટ્રેશનમાં 2017થી 500%નો વધારો થયો છે. રાજ્યમાં 2017માં 176 વાહનો રજિસ્ટર થયા હતા જે 2020માં વધીને 1104 થઈ ગયા. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં 2020માં ઈલેક્ટ્રીક વાહનોનુ રજિસ્ટ્રેશન સૌથી વધારે થયુ છે.

electric vehicle

આ વધારો માત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં જ નથી પરંતુ 37 ટકા વધારો ગુજરાતના ટાયર ટુ સિટી અને ગ્રામ્ય વિસ્તારોમાં થયો છે. એક આરટીઓ અધિકારીએ જણાવ્યુ કે 2017 પછી 2020માં થયેલા આ વધારો માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ અમદાવાદમાં પણ થયો છે. અમદાવાદમાં સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે. 2017માં શહેરમાં માત્ર 41 વાહનો રજિસ્ટર કરવામાં આવ્યા હતા જે આંકડો 2020માં 388 સુધી પહોંચી ગયો છે. અધિકારીએ જણાવ્યુ કે રજિસ્ટ્રેશનમાં 40 ટકા ઈલેક્ટ્રીક કાર અને 60 ટકા ટુ વ્હીલર છે.

અધિકારીના જણાવ્યા મુજબ 250Wથી ઓછો પાવર અને 25 kmphથી ઓછી સ્પીડ ધરાવતા ઈલેક્ટ્રીક વાહનોને મોટર વાહન તરીકે ગણવામાં આવ્યા નથી માટે તેમાં કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી. પરંતુ બાકીના માટે રજિસ્ટ્રેશનની જરૂર છે. અધિકારીએ વધુમાં ઉમેર્યુ કે શહેરમાં ઈલેક્ટ્રીક વાહનો વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે. જો કે ઈલેક્ટ્રીક વાહન ઉત્પાદકો કહે છે કે સબસિડીમાં વધારાથી વેચાણમાં સાચી મદદ મળશે નહિ. ઈલેક્ટ્રીક વાહનો ઉત્પાદન ઓરેવાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે કહ્યુ કે, 'રાજ્ય સરકારે ઈથિયમ-આયન બેટરી ધરાવતા ઈલેક્ટ્રીક વાહનો માટે રૂ.10,000 સુધી સબસિડી વધારી દીધી છે. જો કે આ બેટરી મોંઘી હોય છે માટે સબસિડીની રકમ પછી પણ વાહન રૂ.40,000માં પડે છે. બીજી તરફ lead-acid ધરાવતા ઈલેક્ટ્રીક વાહનોને કોઈ સબસિડી નથી તેમછતાં તેની કિંમત રૂ.30,000 છે. આ રીતે સબસિડી ખરેખર વેચાણ માટે કોઈ રીતે મદદરૂપ નથી.'

ટ્રાન્સપોર્ટ વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે, પહેલા કરતા ચાર્જિંગ હવે સરળ બન્યુ છે અમુક જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમુક જગ્યાએ ઉપલબ્ધ બન્યા છે. પરંતુ બહુ ઓછા લોકો ઈલેક્ટ્રીક મોટરસાઈકલ અથવા કાર પસંદ કરતા હોય છે જેનુ કારણ છે બેટરી લાઈફ, ચાર્જિંગ ટાઈમ અને ફાઈનાન્સિંગ વિકલ્પો વિશેની મુંઝવણ. જ્યારે કન્વેન્શનલ કારોમાં બેટરી લાઈફમાં પાંચ વર્ષની વૉરન્ટી હોય છે. ઈલેક્ટ્રીક કારમાં બે વર્ષથી વધુની વૉરન્ટી નથી હતી માટે બેટરી માટે ફરીથી ખર્ચ(લગભગ તેની કિંમતના 60 ટકા) કરવો પડે છે. તેમણે જણાવ્યુ કે ચાર્જિંગ ટાઈમ ઘટ્યો છે અને ટ્રાવેલ રેન્જ(બાઈક માટે 120 કિમી ટ્રાવેલ માટે ત્રણ કલાક બેટરી ચાર્જ) વધી છે પરંતુ લોકોને ડર હોય છે કે બેટરી રસ્તામાં ખતમ થઈ જશે.

Republic Day Live: રાષ્ટ્રપતિ કોવિંદે લહેરાવ્યો તિરંગોRepublic Day Live: રાષ્ટ્રપતિ કોવિંદે લહેરાવ્યો તિરંગો

English summary
Gujarat: 500% increase in registration of electric vehicles in the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X