For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં મ્યુનિસિપલ ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી માટે આજથી ઉમેદવારો ભરશે ફોર્મ, ભાજપ માટે આ ચૂંટણી પણ છે મહત્વની વધુ જાણો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

રાજયમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરીથી એક વાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો માહોલ જામશે. સોમવારે રાજય ચૂંટણી પંચ જાહેરનામુ પ્રસિદ્ધ કરશે ત્યાર બાદ ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરશે. ચૂંટણી પંચ દ્વારા મતદાનની અને ઉમેદવારી ફોર્મની તારીખ જાહેર કર્યા બાદ આંચારસંહિતાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના તથા અપક્ષ ઉમેદવારો દ્વારા પાલિકાની ચૂંટણીના જંગમાં ઝંપલાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

Gujarat

વિધાનસભાની ચૂંટણીની જેમજ ભાજપ-કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા કમર કસી છે. રાજ્યમાં સરકાર ભલે ભાજપન હોય પરંતુ કોંગ્રેસન વિધાનસભા ચૂંટણીમાં મળેલા સારા પ્રતિસાદ બાદ કોંગ્રેસ જોશ અને ઉત્સાહમાં છે અન સારા પરિણામની આશા રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી એટલે કે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને ઉમેદવારો ૩જી ફ્રેબુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 5મીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે. 6ઠ્ઠી ફેબ્રૂઆરી સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકાશે. 17મીએ મતદાન યોજાશે જયારે 19મીએ મતગણતરી યોજવામાં આવશે. આ દરમિયાન રાજુલમાં છેલ્લા સમયે રાજુલા નગરપાલિકાની ચૂંટણી અંગે ઉમેદવારોની પસંદગી કરવવા માટે ભાવનગર જીલ્લા પંચાયત પ્રમખુ અને ધારાસભ્ય અબરીશ ડેર અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઇ કાનાબાર, બાબુરામ વિગેરે મહાનુભાવોની હાજરીમાં સેન્સ લેવામાં આવી હતી.

English summary
Gujarat : 75 Municipal elections in the state, the process of filling the form will start from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X