For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: ભરૂચ જીલ્લામાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 6 લોકો ઘાયલ

ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં મંગળવારે એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા છ કામદારો ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષક લીના પાટીલે જણાવ્યું કે આગ ભારત રાસાયણના યુનિટમાં લાગી હતી અને બચાવ કામગીરી ચાલુ છે. તેમણે કહ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં મંગળવારે એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા છ કામદારો ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષક લીના પાટીલે જણાવ્યું કે આગ ભારત રાસાયણના યુનિટમાં લાગી હતી અને બચાવ કામગીરી ચાલુ છે. તેમણે કહ્યું કે છ કામદારોને ભરૂચ શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સુમેરાએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવાનું કામ હજુ ચાલુ છે.

Bharuch

અધિકારીઓએ જણાવ્યું હતુ કે "આગ કાબુમાં આવ્યા બાદ અને બચાવ ટુકડીઓ પરિસરમાં પ્રવેશ્યા પછી ચિત્ર સ્પષ્ટ થશે." અધિકારીઓએ જણાવ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આપને જણાવી દઈએ કે ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ભારત કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

English summary
Gujarat: A huge fire broke out in a chemical factory in Bharuch district, 6 people were injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X