For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય મહિલા આયોગની ઑફિસમાં મને ગાળો દેવાઈ, કારણ વિના ધરપકડ કરીઃ આપ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા

આપ ગુજરાતના સંયોજક ગોપાલ ઈટાલિયાની ગુરુવારે દિલ્લી પોલીસે ધરપકડ કરી લીધી. જાણો પોલીસની કસ્ટડીમાંથી બહાર આવેલા ગોપાલ ઈટાલિયાએ શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

આપ ગુજરાતના સંયોજક ગોપાલ ઈટાલિયાની ગુરુવારે દિલ્લી પોલીસે ધરપકડ કરી લીધી. ત્યારબાદ આપે પ્રેસ કૉન્ફરન્સ કરી. જેમાં પ્રવકતા સૌરભ ભારદ્વાજે કહ્યુ કે ભાજપની કેન્દ્ર સરકારની દિલ્લી પોલીસે ઈટાલિયાને કારણ વિના ધરપકડ કરી છે. ભાજપ રોજ નિરાધાર વીડિયો જાહેર કરે છે. ભાજપ આવા નિરાધાર વીડિયોથી બીજાનુ ધ્યાન ભટકાવવા માંગે છે. સૌરભ ભારદ્વાજે આરોપ લગાવીને કહ્યુ કે ભાજપ અને ભાજપની એનસીડબ્લ્યુ(રાષ્ટ્રીય મહિલા પંચ) ગોપાલ ઈટાલિયા સામે કામ કરી રહ્યા છે. 27 વર્ષના શાસનામાં ભાજપ પાસે ગુજરાતના શિક્ષણ અને આરોગ્ય વિશે વાત કરવા માટે કંઈ નથી.

Gopal Italia

તમને જણાવી દઈએ કે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને દિલ્લી પોલીસે કસ્ટડીમાં લીધાના ત્રણ કલાક બાદ છોડી દીધા હતા. 2018ના એક વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાળો દેવાના આરોપમાં ગુરુવારે પોલીસે ઈટાલિયાને લગભગ ત્રણ કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા હતા. પોલીસની કસ્ટડીમાંથી બહાર આવેલા ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે આ પગલુ રાજનીતિથી પ્રેરિત હતુ. રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ પ્રધાનમંત્રી મોદી માટે કથિત રીતે 'અપમાનજનક અને અભદ્ર' ભાષાનો ઉપયોગ કરવા બદલ ઇટાલિયાને સમન્સ પાઠવ્યુ હતુ. જે બાદ ગોપાલ ઈટાલિયા પંચ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

એનડીટીવીના સમાચાર મુજબ ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે મને ખબર નથી કે પોલીસે મને કેમ અટકાયતમાં લીધો. મારો ગુનો શું હતો? આપ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યુ કે હું કાયદાનું પાલન કરનાર વ્યક્તિ છુ. હું અહીં પૂછપરછ માટે આવ્યો છુ. મારી વાત સાંભળવાને બદલે રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખે પોલીસને બોલાવી અને મને પોલીસ સ્ટેશન મોકલી દીધો. આ દર્શાવે છે કે ભાજપ સમગ્ર પટેલ સમાજ વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યુ છે. તેઓએ આપણામાંથી ઘણાને ગોળી મારી. તેમને પાટીદારોની ઈર્ષ્યા છે. તેઓ મને કોઈપણ ભોગે હેરાન કરવા માંગે છે. પોલીસે જણાવ્યુ કે મને કસ્ટડીમાં લેવા માટે ઉપરથી આદેશ મળ્યો હતો. AAP કાર્યકર્તાઓએ મહિલા આયોગની ઑફિસમાં તોડફોડ કરી હોવાના આરોપ પર ઈટાલિયાએ કહ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગની ઑફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અમને એ પુરાવા બતાવો કે તેમની(રેખા શર્મા)ના જીવને જોખમ હતુ? તેઓ પહેલા માળે બેઠા હતા અને લોકો દરવાજાની બહાર નીચે હતા. તેમના રાજકીય બોૉની જેમ રેખા શર્મા પણ ખોટુ બોલી રહ્યા છે.

ઇટાલિયાએ દાવો કર્યો કે હું અંદર ગયો કે તરત જ તેમણે(રેખા શર્મા) મને ગાળો દેવાનુ કરવાનુ શરૂ કરી દીધુ. તેમણે મને કહ્યુ કે તારી હેસિયત શું છે? તેમણે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યુ અને મને ખૂબ ગાળો દીધી. હું બસ હાથ જોડીને નીકળી ગયો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે ઇટાલિયા વિરુદ્ધ ફરિયાદ મળ્યા બાદ અમે તેને કસ્ટડીમાં લીધો હતો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના સમર્થકો રાષ્ટ્રીય મહિલા આયોગની બિલ્ડિંગની બહાર અશાંતિ ફેલાવી રહ્યા હતા. જે બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેમને કસ્ટડીમાં લીધા.

English summary
Gujarat AAP chief Gopal Italia said I was arrested without reason and abused in women's commission office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X