વડનગર સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ 20 હજારની લાંચ લેતા ઝડપાયા
ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના ક્લાસ-1 અધિકારી એટલે કે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. 20,000ની લાંચની માંગણી કરનાર ડૉ. હર્ષદ લક્ષ્મણભાઈ પટેલને ACBએ છટકું ગોઠવીને દબોચી લીધા છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદી પાસે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખાનગી વાહન ભાડે રાખવાનો કોન્ટ્રાક્ટ હતો. આ વાહનના માસિક બિલ પાસ કરવા અને લોગબુકમાં જરૂરી સહીઓ કરવા માટે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હર્ષદ પટેલે લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી પોતાનું કાયદેસરનું કામ કરાવવા માટે લાંચ આપવા માંગતા નહોતા, તેથી તેમણે આ બાબતે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીની ટીમે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે વોચ ગોઠવી હતી. જ્યારે ફરિયાદી લાંચના નાણાં આપવા ગયા, ત્યારે ડૉ. હર્ષદ પટેલે તેમની સાથે વાતચીત કરી 20,000 સ્વીકાર્યા હતા. આ દરમિયાન જ એસીબીએ લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.












Click it and Unblock the Notifications
