For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહેમદ પટેલની આજે ભરૂચમાં અંત્યેષ્ટિ, પહોંત્યા ઘણા કોંગ્રેસ નેતાઓ, રાહુલ ગાંધી પણ રહેશે હાજર

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની આજે તેમના પૈતૃક ગામમાં અંતિમ ક્રિયા થશે.

|
Google Oneindia Gujarati News

ભરૂચઃ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની આજે તેમના પૈતૃક ગામમાં અંતિમ ક્રિયા થશે. તેમનુ પૈતૃક ગામ(પીરામલ) ગુજરાતના ભરૂચ જિલ્લામાં છે. અહેમદ પટેલની ઈચ્છા હતી કે તેમની પૈતૃક ભૂમિની સીમામાં જે તેમને દફનાવવામાં આવે. એવામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અને કાર્યકર્તા ભરૂચ પહોંચી રહ્યા છે. જ્યાં પટેલનો મૃતદેહ લાવવામાં આવ્યો છે. તેમની અંત્યેષ્ટિ સમયે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેશે. ઘણા કોંગ્રેસ નેતા પણ પહોંચી ચૂક્યા છે. જેમના ફોટા સામે આવ્યા છે. વળી, પાર્ટી તરફથી બધા રાજ્યોના યુનિટમાંથી પાર્ટીના ઝંડાને ત્રણ દિવસ માટે ઝૂકેલો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ બધા રાજ્યોના મુખ્યાલયોમાં અહેમદ પટેલના નિધનના શોકમાં શોકસભા આયોજિત કરાવવામાં આવી. પાર્ટીના દિલ્લી મુખ્યાલયમાં પણ કોંગ્રેસના ઝંડાને અડધો ઝુકાવી દેવામાં આવ્યો છે.

કાલે હરિયાણાની હોસ્પિટલમાં લીધા હતા અંતિમ શ્વાસ

કાલે હરિયાણાની હોસ્પિટલમાં લીધા હતા અંતિમ શ્વાસ

અહેમદ પટેલનુ નિધન 25 નવેમ્બરની રાતે 3.30 વાગે થયુ હતુ. તેમણે હરિયાણાના ગુડગાંવ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે કોરોનાથી સંક્રમિત હતા અને 15 નવેમ્બરથી જ મેદાંતામાં ભરતી હતા. તેમના દીકરી ફેઝલે માહિતી આપીને કહ્યુ હતુ, 'ઉંડા દુઃખ સાથે મારે સૂચિત કરવુ પડી રહ્યુ છે કે મારા પિતા અહેમદ પટેલનુ અસામયિક નિધન થઈ ગયુ છે. તે લગભગ એક મહિના પહેલા કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદથી સંઘર્ષ કરી રહ્યા હતા. તેમણે ઘણા અંગોએ કામ કરવાનુ બધ કરી દીધુ હતુ જેના કારણે તેમની તબિયત વધુ બગડી ગઈ. અલ્લાહ તેમને જન્નતમાં જગ્યા આપે.'

કોંગ્રેસ સુપ્રીમો, પ્રધાનમંત્રી-રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી સંવેદનાઓ

કોંગ્રેસ સુપ્રીમો, પ્રધાનમંત્રી-રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી સંવેદનાઓ

કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી તેમજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોવિંદે કહ્યુ કે તેમના સૌમ્ય અને મિલનસાર વ્યક્તિત્વના કારણે દરેક રાજકીય પક્ષમાં તેમના મિત્ર હતા. વળી, પીએમ મોદીએ પણ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરીને ટ્વિટ કર્યુ તે અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છુ. તેમણે સાર્વજનિક જીવનમાં ઘણા વર્ષો સમાજની સેવામાં વીતાવ્યા. પોતાના તેજ દિમાગ માટે જાણીતા અહેમદ પટેલને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવામાં તેમની ભૂમિકા માટે હંમેશા યાદ કરવામાં આવશે.

ગાંધી પરિવારની ખૂબ જ નજીક હતા અહેમદ પટેલ

ગાંધી પરિવારની ખૂબ જ નજીક હતા અહેમદ પટેલ

71 વર્ષીય અહેમદ પટેલ ગાંધી પરિવારની ખૂબ જ નજીક ગણાતા હતા. તે 3 વાર લોકસભા અને 5 વાર રાજ્યસભા સાંસદ રહ્યા. તેમણે પોતાની પહેલી લોકસભા ચૂંટણી 26 વર્ષની ઉંમરે જીતી હતી. સોનિયા ગાંધીના વિશેષ સલાહકાર અહેમદ પટેલને પાર્ટીના સંકટમોચક કહેવામાં આવતા હતા. તેમને 2018માં કોંગ્રેસ પાર્ટીના ખજાનચી બનાવવામાં આવ્યા હતા. સાથે જ વર્ષ 1993થી રાજ્યસભા સાંસદ હતા.

26/11: પૂછપરછમાં અજમલ કસાબે કેમ લીધુ હતુ અમિતાભ બચ્ચનનુ નામ?26/11: પૂછપરછમાં અજમલ કસાબે કેમ લીધુ હતુ અમિતાભ બચ્ચનનુ નામ?

English summary
Gujarat: Ahmed Patel’s last rites at his native village in Bharuch today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X