For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ ટૂંક સમયમાં જેલમાંથી ફોન કરી શકશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 27 ઓગસ્ટ : ગુજરાતમાં જેલના કેદીઓ માટે એક નવી પહેલ થવા જઇ રહી છે. જેલમાં ગેરકાયદેસર રીતે થતા મોબાઇલ ફોનના ઉપયોગને અટકાવવા માટે અમદાવાદની સાબરમતી જેલમાં ટૂંક સમયમાં જેલમાંથી જ કેદીઓને ફોન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જેલમાં બે-પાંચ નહીં પરંતુ, 25થી 30 ફોન લગાવવામાં આવશે. આ બાબતની દરખાસ્ત 6 મહિના પહેલા આગળ મંજુરી માટે મોકલવામાં આવી છે. આ પહેલનો અન્ય એક હેતુ આરોપી અને દોષિતોને જેલની બહારની દુનિયા સાથે સંપર્કમાં રહેવાનો હક પ્રદાન કરવાની દિશામાં પણ પ્રયાસ છે.

sabarmati-jail-ahmedabad

આ સંદર્ભમાં ગુજરાતના ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 'આ પ્રકારની સુવિધા તમામ પ્રકારના કેદી માટે ઉપલબ્ધ બનશે નહીં. આ સુવિધામાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ, આતંકવાદ, લૂંટ અને અન્ય ગંભીર ગુનામાં સંડોવાયેલા કેદીઓને બાકાત રાખવામાં આવશે.'

આ અંગે ગૃહ મંત્રી રજનીકાંત પટેલનું કહેવું છે કે જેલમાં જાહેર ફોન બુથ છે. જો કે તે આટલા બધા કેદીઓ માટે અપર્યાપ્ત હોવાથી અમે વધારે ફોન મૂકવાનો વિચાર કર્યો છે. આ વિચાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ દ્વારા સૂચવાયો છે. આ પ્રકારની સુવિધા દેશની તિહાર જેલ અને ચંદીગઢ જેલમાં ઉપલબ્ધ છે.

English summary
Gujarat : Ahmedabad Sabarmati jail inmates will be able to make telephone calls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X