• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો : વડોદરામાં બેઠા બેઠા અમેરિકાના લોન ઇચ્છુકોનો કેવી રીતે ઠગવામાં આવ્યા?

|

વડોદરા, 20 સપ્ટેમ્બર : આજે વડોદરા પોલીસે વિદેશી લોન ઇચ્છુકોને લોન આપવાના બહાને વડોદરાના કોલ સેન્ટરમાં બેઠા બેઠા છેતરતી ટોળકીને પકડી પાડી છે. આ ટોળકી લોન આપવા માટે જરૂરી કાર્યવાહીના ભાગરૂપ પ્રોસેસિંગ ફીના નામે 100થી 400 ડોલર ખંખેરી લેતી હતી.

વડોદરાની ગોત્રી પોલીસે રેસ કોર્સ વિસ્તારમાં ચાલતો બે કોલ સેન્ટર પર આજે છાપો માર્યો હતો. જેમાં કોલ સેન્ટરના સંચાલક સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને કોમ્પયુટરની હાર્ડડિસ્ક, ચાર મોબાઇલ ફોન કબ્જે કરીને કોલ સેન્ટર પ્લેનેટ બીપીએમ પ્રાઇવેટ લિમિટેડને સીલ કર્યું છે.

આ સમગ્ર છેતરપિંડી કૌભાંડમાં બે અમદાવાદીઓ પણ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ અમદાવાદીઓ કોલ સેન્ટરના સંચાલકોને વિદેશમાં કઇ વ્યક્તિ લોન મેળવવા ઇચ્છુક છે તેની માહિતી પુરી પાડતી હતી. છેડરપિંડીથી પડાવી લેવાતા રૂપિયા હવાલા મારફતે આવતા હોવાથી વડોદરા પોલીસ ઇન્ટરપોલની મદદ લેશે.

પોલીસે શુક્રવાર, 19 સપ્ટેમ્બરે રાત્રો છાપો મારીને હાર્દિક અરવિંદભાઇ પરમાર (નંદનવન સોસાયટી, ન્યુ સમારોડ), મહેશ રામશી રોમનગીરી (જલારામ સોસાયટી, ન્યુ સમારોડ), કુશલ કિરણકુમાર પટેલ (વિઠ્ઠલનગર સોસા. કારેલીબાગ) અને યશેષ મહેશકુમાર બારોટ (શાંતિપાર્ક સોસા. અમિતનગર સર્કલ, કારેલીબાગ)ની ધરપકડ કરી બંને કોલ સેન્ટરોના કમ્પ્યુટર્સની હાર્ડડિસ્ક અને ચારમોબાઇલ ફોન કબ્જે કર્યા છે. જ્યારે ડેટા પૂરો પાડવામાં ગુરૂપિત્તસિંધ શહેરા અને દિપ વ્યાસના નામ પણ ખુલ્યા છે.

આ છોતરપિંડી કૌભાંડની ચોંકાવનારી વિગતો જાણવા આગળ ક્લિક કરો...

છેલ્લા કેટલા સમયથી ચાલતુ હતું કૌભાંડ?

છેલ્લા કેટલા સમયથી ચાલતુ હતું કૌભાંડ?


વડોદરાના રેસકોર્સના નટુભાઇ સર્કલ નજીક આવેલા રેસકોર્સ ટાવરમાં તથા નજીકના ગોકુલેશ એપાર્ટમેન્ટમાં પ્લેનેટ બીપીએમ પ્રાઇવેટ લિમિટેડ નામના કોલ સેન્ટરની આડમા દોઢ વર્ષથી વિદેશમાં લોન ઇચ્છુકોને ઢગવાનું કૌભાંડ ચાલતું હતું.

કૌભાંડમાં કોની સંડોવણી?

કૌભાંડમાં કોની સંડોવણી?


આ કૌભાંડ આઇટી એન્જિનીયર હાર્દિક પરમાર તેના સાથી સાથે મળીને આચરી રહ્યો હતો. તેઓ લોન ઇચ્છુકોને છેતરવા માટે કોલ સેન્ટરનો ઉપયોગ કરતા હતા. તેમના આ કૌભાંડમાં અમદાવાદના સૌરવ કોશલેન્દ્ર શર્મા અને યાકીબખાન યુસુફભાઇ પઠાણ તેમને રોજે રોજ અમેરિકા અને યુરોપના લોન ઇચ્છુકોની માહિતી આપવામાં સામેલ હતા.

લોન આપવા અમેરિકન કંપનીઓનું નામ

લોન આપવા અમેરિકન કંપનીઓનું નામ


અમેરિકાનો ડેટાબેઝ ખરીદયા બાદ વડોદરાના કોલ સેન્ટરમાં ખોટા ડાયલટ દ્વારા તમામ ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવતો હતો. આવા ગ્રાહકોને તેમને લોન અપાવવા માટે તૈયાર કરવા અમેરિકાની પેઇડફોર અમેરિકા અને નેટલોન જેવી જાણીતી કંપનીઓના નામ આપવામાં આવતા હતા. જેના કારણે લોકો જલ્દી ફસાઇ જતા હતા.

કેવી રીતે થતી છેતરપિંડી?

કેવી રીતે થતી છેતરપિંડી?


કોલ સેન્ટરના કોલર્સ લોન મેળવવા કોઇ દસ્તાવેજ કે સિક્યુરીટીની જરૂર નથી તેમ જણાવીને પ્રોસેસીંગ ફી પેટે 100થી 400 ડોલર ભરવા પડશે તેમ જણાવતા હતા. ગ્રાહકોને ફસાવવા ફાંકડુ અંગ્રેજી બોલતા યુવક યુવતીઓ રાખવામાં આવ્યા હતા. પ્રોસેસીંગ ફી ચુકવવા વિદેશી ગ્રાહક માની જાય એટલે તેમને નજીકના વોલ માર્ટના સ્ટોરમાંથી ગ્રીન ડોર મની પેક કાર્ડ ખરીદવા જણાવાતુ હતું. આ કાર્ડ સ્ક્રેચ કરીને વડોદરાના ભેજાબાજ જે નંબર આપે તેના ઉપર પ્રોસેસ ફીની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી.

અત્યાર સુધીમાં કરોડો રૂપિયા એઠ્યાં

અત્યાર સુધીમાં કરોડો રૂપિયા એઠ્યાં


આ ઠગોએ અત્યાર સુધીમાં અંદાજે બે થી અઢી કરોડ રૂપિયા ખંખેરી લીધાનો અંદાજ છે. વિદેશી ગ્રાહકોના નાણાં પડાવી હવાલા મારફતે નાણાં વડોદરા પહોંચાડવા માટે પણ કોઇ ખાસ ટોળકી કામ ગીરી કરી રહી હોવાની વિગતો ખુલી છે. આ ટોળકીનું નેટવર્ક પકડવા વડોદરા પોલીસ ઇન્ટરપોલની મદદ મેળવશે.

લોન ઇચ્છુકોનો ડેટા રૂપિયા 1000માં ઉપલબ્ધ

લોન ઇચ્છુકોનો ડેટા રૂપિયા 1000માં ઉપલબ્ધ


અમેરિકાના લોન ઇચ્છુકોના ડેટા અમદાવાદના સૌરવ કોશલેન્દ્ર શર્મા અને યાકીબખાન યુસુફભાઇ પઠાણ રોજે રોજ રૂપિયા એક હજારમાં પૂરો પાડતા હતા. વડોદરા પોલીસની ટીમ અમેરિકાના ડેટા બેઝ મેળવવાનું નેટવર્ક જાણવા બંને ભેજાબાજની તપાસ માટે અમદાવાદ જવાની છે. આ ડેટા બીજા કોલ સેન્ટરોમાં જતો હશે તો મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.

ટેલિ કોલર્સને અમેરિકાના નિયમોની સમજણ અપાતી

ટેલિ કોલર્સને અમેરિકાના નિયમોની સમજણ અપાતી


અમેરિકન નાગરિકોને શંકા જાય નહીં તે માટે ટોલિ કોલર્સ યુવક-યુવતીઓને અમેરિકાની બેંકોના કાયદા, લોન અંગેની વિગતો, રકમની ગણતરી અને પ્રોસેસીંગ ફીનાં ધોરણ વગેરે અંગે પૂરતી સમજ આપવામાં આવતી હતી. સરસ અંગ્રેજી બોલતા કોલર્સને દર મહિને રૂપિયા 15,000થી 40,000 સુધીનો પગાર ચૂકવાતો હતો. બંને કોલ સેન્ટરના થઇને 72 કર્મચારીઓ કામ કરતા હતા.

ઠગાયેલા લોકો ફરિયાદ કરવાનું ટાળતા હતા

ઠગાયેલા લોકો ફરિયાદ કરવાનું ટાળતા હતા


અમેરિકામાં લોન ઇચ્છુકો રૂપિયા 10,000 ડોલર કે તેથી વધુની લોન પેટે માત્ર 100થી 400 ડોલરની જ પ્રોસેસીંગ ફી ચુકવવાનું જણાવી અમેરિકાના જ વીઝાકાર્ડમાં રકમ ટ્રાન્સફર કરવા જણાવાતુ હતું.
ફી ચુકવાઇ જાય ત્યાર બાદ ગ્રાહક તપાસ કરવા ફોન કરે તો ફોન લાગતો ન હતો. આથી ગ્રાહકને પોતે ઠગાઇ ગયો હોવાનું જ્ઞાન થઇ જતું હતું. જો કે તેમણે ગુમાવેલી રકમ નજીવી હોઇ ફરિયાદ કરવાનું ટાળતા હતા.

More gujarat NewsView All

English summary
Gujarat : American Loan seekers cheating scandal operated in Vadodara's call center.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more