નર્મદા જિલ્લાને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, 302 કરોડના ખર્ચે બનશે બે નવા હાઈટેક પુલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેનાથી સ્થાનિક પરિવહનમાં મોટો સુધારો જોવા મળશે.

રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં બે વિશાળ નવા પુલોના નિર્માણ માટે કુલ રૂ. 302.40 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ હેઠળ રિંગણ ઘાટથી રામપુરા ઘાટ વચ્ચે પુલ બનાવવા માટે રૂ. 123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડવા માટે રૂ. 179.27 કરોડ ફાળવાયા છે.
આ નવા પુલોના નિર્માણથી જિલ્લાના 11 જેટલા ગામોની અંદાજે 18 હજારથી વધુ વસ્તીને સીધો ફાયદો થશે અને જિલ્લા મથકો સુધી પહોંચવું હવે ઘણું સરળ બની જશે.
ખાસ કરીને તિલકવાડા, વાસણ અને માંગરોળ જેવા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન પણ શાળા-કોલેજ જવા માટે હવે પાકા રસ્તાની અને પુલની સુવિધા ઉપલબ્ધ થશે.
આ સુવિધાને કારણે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં આવતા લાખો શ્રદ્ધાળુઓનો સમય અને ઇંધણ બચશે, કારણ કે આ પુલો દ્વારા મુસાફરીમાં અંદાજે 17 કિલોમીટરનું અંતર ઘટશે.












Click it and Unblock the Notifications
