Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Election : બપોરે 1 વાગે થશે ચૂંટણીની તારીખોની જાહેરાત

આજે બપોરે 1 વાગે થઇ શકે જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત. ચૂંટણી પંચ આજે તારીખો જાહેર કરી શકે છે. વધુ વાંચો આ અંગે અહીં.

ચૂંટણી આયોગ આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સંભાવના છે કે આજે બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરે. સાથે જ તે વાતની પણ સંભાવના બનેલી છે કે 2 તબક્કામાં આ વખતે ગુજરાતની ચૂંટણી લડાય. ઉલ્લેખનીય છે કે પહેલા તેમ માનવામાં આવતું હતું કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં એક સાથે જ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. પણ હિમાચલ પ્રદેશની ચૂંટણી વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર ના થઇ. તે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે અરજી કરવામાં આવી હતી. નોંધનીય છે કે 23 જાન્યુઆરીએ 182 સદસ્યોવાળી ગુજરાત વિધાનસભાનો કાર્યકાય પૂર્ણ થઇ રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચે બનાસકાંઠાના પૂર અને સરકારી સહાયમાં ચૂંટણીના કારણે અસર થવાની વાત કહીને ગુજરાતની ચૂંટણીની તારીખો પાછળથી જાહેર કરવાનું જણાવ્યું હતું.

Election commission

ત્યારે આજે આ તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવે તેમ મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી 14 મુદ્દાઓ રજૂ કર્યા છે. અને ચૂંટણી પંચથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિલંબ થવા મામલે જવાબો માંગ્યા છે. તો સામે ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમાર જ્યોતિનું કહેવું છે બનાસકાંઠા પૂરમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ જોડાયેલા છે અને ચૂંટણીમાં પણ મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓની હાજરી જરૂરી છે. આ જ કારણે તેમણે હજી સુધી ચૂંટણીની તારીખો જાહેર નથી કરી. ત્યારે ચૂંટણીની તારીખો આજે જાહેર થાય છે કે પછી ગુજરાતને હજી પણ આ તારીખો માટે વધુ રાહ જોવાનો વારો આવે છે તે તો હવે જોવું રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X