6 મથકો પર પુનઃમતદાન, જિજ્ઞેશે એક્ઝિટ પોલને કહ્યા બકવાસ

Written By:
Subscribe to Oneindia News

સોમવાર અને 18 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થનાર છે, એ પહેલાં રવિવારે 4 વિધાનસભા ક્ષેત્રોના 6 મતદાન કેન્દ્રો પર પુનઃમતદાન કરવામાં આવી રહ્યું છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. વિરમગામમાં 2, સાવલીમાં 2, વડગામ અને દસક્રોઇના ક્ષેત્રોમાં એક-એક મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પંચે આ મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન અંગેનું કારણ જણાવતા કહ્યું હતું કે, ટેક્નિકલ કારણોસર આ કેન્દ્રો પર મતદાનમાં મુશ્કેલી આવી હતી. ઉલ્લેખનીય છે કે, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

repolling

ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે,સાત વિધાનસભા ક્ષેત્રોમાં વીવીપેટના પત્રો પર ગણતરી કરવામાં આવશે. આ 7 જગ્યાઓ રાલિસન, પીલુદ્રા, કટોસન, જમાથા, વેજલપુર, વસ્ત્રલ, ખાડિયા, પિલોલ, ગોજપુર અને સોંગીર. રાજ્યમાં બે તબક્કાઓમાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ મતદાન થયા હતા. પહેલા તબક્કામાં 68 ટકા મતદાન અને બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, ગુજરાતમાં ભાજપને બહુમત મળી શકે છે, જ્યારે કોંગ્રેસ બીજા નંબર હોવાની શક્યતા છે.

jignesh mevani

દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, મેં જોયું હતું કે, 8થી 10 મશીનોમાં તકલીફ હતી અને અમે ઇચ્છીએ છીએ કે અહીં પ્રમાણિકતાથી ચૂંટણી થાય. ભલે ગમે તે થાય, ભાજપ ચૂંટણી નહીં જીતે. ગમે એટલીવાર મતદાન કરાવી લો. એક્ઝિટ પોલ અંગે વાત કરતાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, એક્ઝિટ પોલ બકવાસ છે.

English summary
The Election Commission (EC) said re-polling will be conducted at six booths in four assembly constituencies in Gujarat today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.