For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: મતદાનનુ મહત્વ, મોઢામાં પાઇપ સાથે મતદાન કરવા પહોંચ્યો કેન્સરનો દર્દી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. એક મતનું પણ ઘણું મહત્ત્વ હોય છે એ સમજીને અમદાવાદના એક આધેડ મોઢાની અંદર હોઠનું કેન્સર હોવા છતાં પોતાના ભાઈ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. કેન્સર હોવાથી પો

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. એક મતનું પણ ઘણું મહત્ત્વ હોય છે એ સમજીને અમદાવાદના એક આધેડ મોઢાની અંદર હોઠનું કેન્સર હોવા છતાં પોતાના ભાઈ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. કેન્સર હોવાથી પોતે બોલી શકતા નથી તથા મોઢામાં પાઇપ લગાવી હતી છતાં આધેડ પોતાનો મતનું મહત્ત્વ સમજીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

Gujarat Election

આજે શૈલેષભાઈને 10 વાગ્યે કીમો થેરપી લેવાની હતી. જે મતદાન પણ હોવાથી પોતાના મતનું મહત્વ સમજીને તેઓ મતદાન કરવા આવ્યા હતા. મતદાન કરીને તેઓ કીમો થેરપી માટે રવાના થયા હતા. તેમના ભાઇએ જણાવ્યુ હતુ કે તેમને કેન્સર છે, પરંતુ મત આપવો જરૂરી છે અને તેમના કહેવાથી જ તેમને તકલીફ હોવા છતાં તેમને લઈને મતદાન કરવા આવ્યો હતો. મતદાન પૂરું થયું, હવે કીમો થેરપી લેવા માટે જઈ રહ્યા છીએ.

આ ઉપરાંત મહિલા મતદારોમાં પણ મતદાનનો અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો. શીલજમાં અમૃતા બા નામનાં 92 વર્ષીય મતદાર વ્હીલચેર પર બેસીને મત આપવા પહોંચ્યાં હતા.

વાડજના સુહાસ એપાર્ટમેન્ટમાં રહેતાં 101 વર્ષનાં વૃદ્ધા સમુબેન પ્રજાપતિએ જ્યોતિસંઘમાં મતદાન કર્યું છે. સમુબેન 101 વર્ષની ઉંમર હોવા છતાં લાકડીના સહારે ચાલીને મતદાન કરવા પહોંચ્યાં હતાં. યૂથ નોડલ ઓફિસર સ્વીપ યોગેશ પારેખ દ્વારા સમુબેનને ઘરેથી મતદાન કરવા બૂથ પર લઈ જવામાં આવ્યાં હતાં. યોગેશ પારેખે સમુબેનને મતદાન કરાવી તેમના ઘરે પહોંચાડ્યા હતા. સમુબેને યુવા મતદારોને પણ મતદાન માટે આગળ આવવા માટે અપીલ કરી છે. બિમાર અને દિવ્યાંગ મતદારોને પોલીસના માનવતાભર્યા ચહેરાના દર્શન થઈ રહ્યાં છે.

English summary
Gujarat Assembly election 2022: cancer patient came to vote with a pipe in his mouth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X