For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: કોંગ્રેસે જાહેર કરી ત્રીજી યાદી, ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટથી આપી ટિકિટ

કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેના સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે. કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેના સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આજે જે યાદી જાહેર કરી છે તેમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુનુ નામ સામેલ છે. જેઓ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. તેમને રાજકોટથી કોંગ્રેસની ટિકિટ આપવામાં આવી છે.

Recommended Video

રાજકોટ : કોંગ્રેસે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ જાહેર કરતા યોજી પ્રેસ કોન્ફરન્સ

congress

કોંગ્રેસની યાદી મુજબ રાપરથી બચુભાઈ અરેઠીયા, વઢવાણથી તરુણ ગઢવી, રાજકોટ ઈસ્ટથી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, ધારીથી ડૉ. કિરીટ બોરીસાગર, નાંદોદથી હરેશ વસાવા, નવસારીથી દિપક બરોથન, ગણદેવીથી અશોકભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગણદેવી બેઠક પર કોંગ્રેસે અગાઉ શંકર પટેલને ઉમેદવાર જાહેર કર્યા હદતા જ્યાં બદલીને ત્રીજી યાદીમાં અશોકભાઈ પટેલનુ નામ જાહેર કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આપે લગભગ 170થી વધુ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43, બીજી યાદીમાં 46 અને આજે ત્રીજી યાદીમાં સાત ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસ અત્યાર સુધીમાં 96 ઉમેદવાર જાહેર કર્યા છે.

English summary
Gujarat Assembly Election 2022: Congress released the third list of seven candidates, Indranil got ticket from Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X