રાજ્યની જનતા પરિવર્તન માટે થનગની રહી છેઃ કોંગ્રેસ પ્રવક્તા
રાજ્યની જનતા પરિવર્તન માટે થનગની રહી છેઃ કોંગ્રેસ પ્રવક્તા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 125થી વધુ બેઠકો સાથે સરકાર બનાવશે તેવા પરિવર્તન સંકલ્પ અંગે કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ફાસીવાદી અને સરમુખત્યારશાહી તાકતોને હરાવવા ગુજરાતની જનતાએ મન બનાવી ચુકી છે. ગુજરાતની 6.50 કરોડ જનતા પરીવર્તન વિજય દિવસ તરીકે ઉજવવા માટે 52 હજારથી વધુ બુથ પર જંગી મતદાન સાથે જનસમર્થન થકી આશીર્વાદ આપવા કોંગ્રેસ પક્ષને વોટ કરશે.

ગુજરાતના નવા પ્રથમ વખત ચૂંટણી મતદાનમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જનાર યુવાનોને કોંગ્રેસ પક્ષ શુભેચ્છા સાથે ગુજરાતના તમામ યુવાનોને રોજગાર મળે તે માટે કોંગ્રેસ પક્ષને મત આપે તેવી અપીલ કરે છે.
તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, માત્ર “ધુમાડો નિકાળતી” ડબલ એન્જીનવાળી ભાજપ સરકારના કુશાસનમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો ઉપરના અત્યાચારોમાં ગુજરાતની જનતા પીસાઈ રહી છે. જ્યારે પણ સી.બી.આઈ., ઈ.ડી. અને ચૂંટણી આયોગ પર કોંગ્રેસ પક્ષ સવાલો ઉઠાવે ત્યારે ભાજપના નેતાઓ, આગેવાનો, પ્રવક્તાઓ તેમના ખોટા બચાવમાં કેમ ઉતરી આવે છે. ગુજરાતની જનતા ભાજપના ગાલ ઉપર રાજનૈતિક તમાચો બુલેટ થી નહી પણ બેલેટથી કોંગ્રેસ પક્ષને વોટ આપી કરશે.
ગુજરાતની જનતા આ વખતે ખુબ જ સચેત છે અને ભાજપાની સરકારને ઉખાડી ફેંકશે. કોંગ્રેસ એક લોકતાંત્રિક પાર્ટી છે અને ઈલેક્શન કમિશનને નિવેદન કરે છે કે વર્ષ 2022ના ગુજરાત વિધાનસભાના ઈલેક્શનમાં નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા કરાવે તે જરૂરી છે.












Click it and Unblock the Notifications
