For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : 27 વર્ષના કુશાસનથી મુક્ત થશે ગુજરાત, કેજરીવાલે કર્યા મોટા દાવા

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટી ચૂંટણી પ્રાચાર અને મતદાતાઓને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટી ચૂંટણી પ્રાચાર અને મતદાતાઓને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં ત્રણે પાર્ટીના સ્ટાર પ્રચારકો લગભગ ગુજરાતમાં જ રહીને જાહેર સભા અને રેલીઓનું આયોજન કરી રહ્યા છે. આ વચ્ચે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.

સરકારી કર્મચારીઓને AAP ને સમર્થન આપવા વિનંતી કરી

સરકારી કર્મચારીઓને AAP ને સમર્થન આપવા વિનંતી કરી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના સરકારી કર્મચારીઓને AAP ને સમર્થન આપવા વિનંતી કરી અનેઆગામી વર્ષે 31 જાન્યુઆરી સુધીમાં તેમના માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું.

સુરતમાં પત્રકારો સાથે વાત કરતાAAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હી અને પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે તેમની આગાહીઓ સાચી પડી છે અનેગુજરાતમાં પણ આવું જ થશે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે

અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, લોકો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)થી એટલા ડરે છે કે, તેઓ 1 અને 5 ડિસેમ્બરના રોજયોજાનારી ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણીમાં AAP ને ખુલ્લેઆમ સમર્થન આપવાથી ડરે છે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, હુંતમારા બધાની સામે લેખિતમાં ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, મારીભવિષ્યવાણી નોંધી લો. 27 વર્ષના કુશાસન બાદ ગુજરાતના નાગરિકોને ભાજપથી મુક્તિ મળશે.

અરવિંદ કેજરીવાલે એક કાગળ પર પોતાની ભવિષ્યવાણી લખી અને મીડિયાને બતાવી. AAPના રાષ્ટ્રીય સંયોજકે જૂની પેન્શન યોજનાનીમાંગણી કરી રહેલા સરકારી કર્મચારીઓને અન્ય માંગણીઓ સાથે રાજ્યમાં આમ આદમી પાર્ટીને સરકાર બનાવવામાં મદદ કરવા જણાવ્યુંહતું.

ગુજરાત સરકારે 1 એપ્રિલ, 2005ના રોજ અથવા તે પછી સેવામાં જોડાનારા કર્મચારીઓ માટે નવી યોગદાન પેન્શન યોજના (NPS)શરૂ કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી.

આવા સમયે સમયે નામો પાછાખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાનીમત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
Gujarat Assembly Election 2022 : Gujarat will be free from 27 years of misrule, Kejriwal made big claims
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X