Gujarat Assembly Election 2022 : યોગીના નમુના વાળા નિવેદનનો કેજરીવાલે આપ્યો જવાબ, કહ્યું - તો ભાજપને મત આપજો

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે કારણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે કારણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે. જેમાં 26 નવેમ્બરના રોજ ગીર સોમનાથમાં એક સભાનું સંબોધન કરતા સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, દિલ્હીથી એક નમુનો ગુજરાત આવ્યો છે. જે બાદ અરવિંદ કેજરીવાલે તેનો જવાબ આપ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ વળતો પ્રહાર કર્યો

આ સાથે યોગી આદિત્યનાથના "નમૂના" વાળા નિવેદન પર, દિલ્હીના મુખ્યમંત્રીએ વળતો પ્રહાર કર્યો હતો. યોગીના ટ્વીટનો જવાબ આપતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જો તમારે ગંદી ગાળો, ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, ગંદી રાજનીતિ જોઈતી હોય, તો ભાજપને મત આપો. જો તમારે શાળા, હોસ્પિટલ, વીજળી, પાણી, રસ્તા જોઈએ છે, તો આમ આદમી પાર્ટીને મત આપો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં એક ચૂંટણી રેલી દરમિયાન યોગી આદિત્યનાથે કેજરીવાલ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, દિલ્હીથી આમ આદમી પાર્ટીનો નમૂનો આવ્યો છે, જે આતંકવાદનો શુભેચ્છક છે. તે અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરે છે અને સર્જિકલ સ્ટ્રાઈક પર પણ સવાલ ઉઠાવે છે. આતંકવાદ અને ભ્રષ્ટાચાર તેમના જીવનનો ભાગ છે.

કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન

કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન

બીજી તરફ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્ર વોટ બેંકની રાજનીતિ કરે છે. તેની મુસ્લિમ વોટબેંકને કારણે કોંગ્રેસ ક્યારેય હિંદુઓની આસ્થાનું સન્માન કરવા માંગતી નથી. આ જ કારણ હતું કે, કોંગ્રેસ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની વિરુદ્ધ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું. 15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X