For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : કોઇ પાસે પૈસા નથી તો કોઇ પાસે નથી પોતાનું ઘર, જાણો સૌથી ગરીબ ઉમેદવારો વિશે

પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા 788 ઉમેદવારોમાંથી 21 ટકા એટલે કે 167 પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના સૌથી વધુ 36 ટકા દાગી ઉમેદવારો છે. 211 ઉમેદવારો એવા છે, જેઓ કરોડપતિ છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : આજે 1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 19 જિલ્લાની 89 બેઠકો માટે પ્રથમ ચરણનું મતદાન થઇ રહ્યું છે. જેમાં 40 ટકાથી વધુ મતદાન થઇ ચૂક્યું છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ સુરતની લિંબાયત વિધાનસભા બેઠક પર 44 ઉમેદવારો છે. જે બાદ મોરબી વિધાનસભા બેઠક પરથી 17 ઉમેદવારો મેદાનમાં છે.

Gujarat Assembly Election 2022

પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા 788 ઉમેદવારોમાંથી 21 ટકા એટલે કે 167 પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના સૌથી વધુ 36 ટકા દાગી ઉમેદવારો છે. 211 ઉમેદવારો એવા છે, જેઓ કરોડપતિ છે. કરોડપતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂપિયા 2.88 કરોડ છે. આ સાથે કેટલાક ઉમેદવારો એવા છે, જેઓ ખૂબ જ ગરીબ છે. જેમની પાસે રહેવા માટે પોતાનું ઘર પણ નથી. એક ઉમેદવારે તો પોતાની સંપતિ શૂન્ય નોંધી છે.

આ છે સૌથી ગરીબ ઉમેદવાર

રાજકોટ પશ્ચિમમાંથી અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્ર ભવાનભાઈ પટોળીયા પ્રથમ તબક્કામાં સૌથી ગરીબ ઉમેદવાર છે. તેમણે પોતાના ચૂંટણી એફિડેવિટમાં શૂન્ય સંપત્તિ દર્શાવી છે. ભૂપેન્દ્ર પાસે ન તો જંગમ કે સ્થાવર મિલકત છે. મતલબ કે તેમની પાસે રહેવા માટે પોતાનું કોઈ ઘર નથી કે, ચૂંટણીમાં ખર્ચવા માટે થોડા પૈસા પણ નથી. ભૂપેન્દ્ર પાસે પેમ્ફલેટ અને પોસ્ટર છાપવાના પૈસા પણ નથી.

રાકેશ સુરેશભાઈ ગામીત

તાપીની વ્યારા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા રાકેશભાઈ સુરેશભાઈ ગામીત પણ ખૂબ જ ગરીબ છે. રાકેશે કુલ એક હજાર રૂપિયાની સંપત્તિ દર્શાવી છે. રાકેશ પાસે પોતાનું ઘર કે, સાયકલ, કાર કે બાઇક નથી.

જયાબેન મેહુલભાઈ બોરીચા

ભાવનગર પશ્ચિમમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા જયાબેન પાસે માત્ર 3,000 રૂપિયાની સંપત્તિ છે. આ રકમ જંગમ મિલકતમાં પણ સામેલ છે. મતલબ કે તેમની પાસે રહેવા માટે પોતાનું કોઈ ઘર નથી. આ સિવાય ચૂંટણી પ્રચાર માટે પણ પૈસા પણ નથી.

સમીર ફકરુદ્દીન શેખ

સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સમીર ફકરુદ્દીન પાસે પણ કોઈ સંપત્તિ નથી. ફકરુદ્દીને તેના ચૂંટણી સોગંદનામામાં જણાવ્યું છે કે, તેની પાસે રૂપિયા 6,500ની કુલ જંગમ સંપત્તિ છે. સ્થાવર મિલકત એટલે કે મકાન, મકાન, પ્લોટ, ખેતર અને અન્ય કોઇ મિલકતના નામે કંઈ નથી.

ભાજપમાં છે સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌથી વધુ ઉમેદવારોને કરોડપતિઓને ટિકિટ આપી છે. આંકડા મુજબ ભાજપના 89 ટકા ઉમેદવારો કરોડપતિ છે. બીજા નંબર પર કોંગ્રેસના 75 ટકા અને AAPના 38 ટકા ઉમેદવારો કરોડપતિઓની યાદીમાં આવે છે.

English summary
Gujarat Assembly Election 2022 : No one has money, no one has their own house, know about the poorest candidates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X