For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી તારીખોની જાહેરાત બાદ બોલ્યા કેજરીવાલ- ગુજરાતની જનતા બદલાવ માટે તૈયાર, અમારી જીત થશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની આજે તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ચૂંટણીને 2 તબક્કામાં યોજવાની જાહેરાત કરી છે. આ વખતે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ ચૂંટણી મેદાનમાં કમાલ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીની આજે તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ચૂંટણીને 2 તબક્કામાં યોજવાની જાહેરાત કરી છે. આ વખતે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ ચૂંટણી મેદાનમાં કમાલ કરી રહી છે. ચૂંટણી તારીખોની જાહેર થતા જ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી જીતવાનો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે, 'ગુજરાતની જનતા આ વખતે મોટા બદલાવ માટે તૈયાર છે, અમે ચોક્કસ જીતીશું'

Arvind Kejriwal

કેજરીવાલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા એક વીડિયો જાહેર કરીને લોકોને કહ્યું કે, અમને તમારા સમર્થનની જરૂર છે. તમારો અપાર સહયોગ ગુજરાતમાં પરિવર્તન લાવશે. અમારી પાર્ટીએ પહેલા દિલ્હી અને પંજાબ જીત્યા. હવે તમારું સમર્થન મળશે તો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી આવશે. આ દરમિયાન કેજરીવાલે ગુજરાતી ભાષામાં વાત કરી હતી. આ વીડિયોમાં કેજરીવાલ ગુજરાતના લોકો સાથે ગુજરાતી ભાષામાં વાત કરતા જોઈ શકાય છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆત 'કેમ છો'થી કરી હતી.

AAPએ પોતાના ઉમેદવાર કર્યા જાહેર

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં તેના ઉમેદવારોની જાહેરાત કરવા જઈ રહી છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ આ પાર્ટીએ 70થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 7મી યાદી બહાર પાડી છે. હવે આવતીકાલે પાર્ટી મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે. આ માટે 3જી નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી 6357000360 પર લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો છે.

English summary
Gujarat Assembly Election 2022: People of Gujarat are ready for change, we will win: Arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X