For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : સંયુક્ત પરિવારમાં છે 81 લોકો, જાણો સોલંકી પરિવાર વિશે

Gujarat Assembly Election 2022 : વર્તમાન સમયમાં ભાઇ-ભાઇ કે પરિવારના વેર-વિખવાદ હોવો સામાન્યા બાબત છે. માણસોના મન જૂદા થવાને કારણે પરિવારો વિભક્ત કુંટુંબમાં રહેતા થયા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : વર્તમાન સમયમાં ભાઇ-ભાઇ કે પરિવારના વેર-વિખવાદ હોવો સામાન્યા બાબત છે. માણસોના મન જૂદા થવાને કારણે પરિવારો વિભક્ત કુંટુંબમાં રહેતા થયા છે. આવા સમયે જો કોઇ મોટું કે સંયુક્ત કુંટુંબ જોવા મળે તો, નવાઇ લાગે છે. આ વચ્ચે સુરતમાં એક પરિવારમાં 81 સભ્યો હળીમળીને રહે છે. મહત્વની વાત છે કે, આ પરિવારમાં 60 મતદારો છે. આ પરિવારના તમામ સભ્યો એક સાથે મતદાન કરે છે.

Gujarat Assembly Election 2022

કામરેજમાં રહેતો સોલંકી પરિવાર એક સંદેશ આપવા માંગે છે કે, ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો કેટલો જરૂરી છે. પરિવારમાં સૌથી વરિષ્ઠ મતદાર 82 વર્ષના શામજીભાઈ છે અને સૌથી નાના 18 વર્ષના પાર્થ અને વેદાંત છે, બંને પ્રથમ વખત મતદાતા છે.

પરિવારમાં છે 60 મતદારો

સોલંકી પરિવાર પોતાનો મત આપવા ગુરુવારના રોજ અનેક વાહનોમાં નવગામ મતદાન મથકે જશે. 81 સભ્યોમાંથી 60 નોંધાયેલા મતદારો છે. શામજીભાઈના પુત્ર નંદલાલે જણાવ્યું હતું કે, 82 વર્ષની ઉંમરે મારા પિતા મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહી રહે છે અને અમને બધાને મતદાન કરવા માટે પ્રેરિત કરે છે.

17 ભાઈઓમાંના એક ઘનશ્યામે જણાવ્યું હતું કે, અમે અન્ય લોકોને ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. અમે કૌટુંબિક લગ્ન સમારોહમાં જવા જેવા સમાન ઉત્સાહ સાથે સંયુક્ત મતદાનમાં ભાગ લઈએ છીએ. આના થકી અમે અન્ય લોકોને ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ.

1985માં સ્થાયી થયો હતો પરિવાર

1985માં છ ભાઈઓમાંથી એક, બોટાદના લાખિયાણીના વ્યવસાયે લુહાર લાલજી સોલંકી શહેરમાં આવ્યા હતા. જે બાદ કામરેજમાં સ્થાયી થયા હતા. તેમણે તેના ભાઈઓ સાથે મળીને ખેતીના સાધનો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પરિવાર વધતો ગયો હતો. હાલમાં પરિવારમાં 96 લોકો છે, જેમાંથી 15 ગામમાં જ્યારે 81 કામરેજમાં રહે છે.

કૌટુંબિક જવાબદારીઓ

પ્રદીપ નામના એક ભાઈએ જણાવ્યું હતું, અમે હવે ખેતીના સાધનોનું ઉત્પાદન એકમ ચલાવીએ છીએ અને જ્યોતિ નામની બ્રાન્ડ વિકસાવી છે. પરિવાર સંયુક્ત રીતે બિઝનેસ ચલાવે છે. પરિવારની એક મહિલા નિરાલીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના સભ્યો સંયુક્ત કુટુંબમાં રહે છે અને તેના પોતાના ફાયદા છે. આપણે આપણી વચ્ચે જવાબદારીઓ વહેંચી છે, તેથી દરેકને થોડો સમય મળે છે.

તેઓ જે ઘરમાં રહે છે, તે ઘરમાં એક વિશાળ હોલ છે જ્યાં દરેક વ્યક્તિ કૌટુંબિક કાર્યો માટે એક જગ્યાએ ભેગા થાય છે. જેમ-જેમ પરિવાર વધી રહ્યો છે, પુત્રના લગ્ન થાય ત્યારે તેઓ જગ્યાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘનશ્યામે કહ્યું કે, મોટા ભાગના સભ્યો એ જ ઘરમાં રહે છે, જ્યાં તેઓ મોટા થયા છે, જ્યારે નાના સભ્યો લગ્ન બાદ અલગ ઘરમાં રહેવા જઈ રહ્યા છે.

અન્ય એક ભાઈ ભાવેશે જણાવ્યું હતું કે, પરિવારે સર્વાનુમતે એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને મતદાન કરવાનું નક્કી કર્યું હતું. અમે જ્ઞાતિ કે અન્ય કોઈ લોભ લાલચમાં મતદાન કરતા નથી.

English summary
Gujarat Assembly Election 2022 : There are 81 people in joint family of surat, know about Solanki family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X