ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ દિવાળી પછી જાહેર થઈ શકે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ દિવાળી પછી જાહેર થઈ શકે
ભારતીય ચૂંટણી પંચે આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફ્રેન્સ બોલાવી ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું. જો કે પ્રેસ કોન્ફરન્સ પહેલાં અંદાજો લગાવાઈ રહ્યો હતો કે ચૂંટણી પંચ આજે જ હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંનેની ચૂંટણીની તારીખો જાહેર કરી દેશે પરંતુ તેવું ના કરી ચૂંટણી પંચે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જ જાહેર કરી છે. ચૂંટણી પંચ તરફથી મળતી માહિતી મુજબ હિમાચલ વિધાનસભા ચૂંટણી 12 નવેમ્બરે એક તબક્કામાં યોજવામાં આવશે જે બાદ 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખનું આજે એલાન થવાની સંભાવના હતી, જો કે ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર નથી કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોનું એલાન આગામી 1 નવેમ્બરે થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ડિસેમ્બરના પહેલા અથવા બીજા અઠવાડિયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે અને ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાના અંત સુધીમાં નવી સરકાર શપથ ગ્રહણ કરી લેશે.












Click it and Unblock the Notifications
