ચુસ્ત બંદોબસ્ત સાથે શરૂ થઈ મતગણતરી, લોકો સવારથી જ ઉમટ્યા

Subscribe to Oneindia News

આજે ગુજરાત માટે મહાનિર્ણયનો દિવસ છે. ત્યારે લોકોમાં પણ એ આતુરતા છે કે આખરે ગુજરાતનો નાથ કયા પક્ષ તરફથી મળશે. જે રીતે ચૂંટણી પહેલા કોંગ્રેસ રંગમાં આવી છે. અને તેમાં પાસ અને હાર્દિક પટેલનું ફેક્ટર ભળ્યું ત્યારથી ભાજપ અંદરખાને જીતનો વિશ્વાસ ગુમાવી ચૂકી હતી. જોકે મતદારોનો ઝોક કંઈ તરફ હતો તેનું ચિત્ર આજે સાંજે સ્પષ્ટ થઈ જશે. પરંતુ લોકો પોતાની અતુરતાનો અંત લાવવા માટે સવારથી જ મતગણતરી કેન્દ્રો પર ઉમટવા લાગ્યા હતા.

Gujarat

તો બીજી તરફ પોલીસ કાફલો સ્ટેન્ડ ટુ હતો અને પોલિંગ સ્ટાફની તપાસ બાદ તેમને મતગણતરી કેન્દ્રમાં જવા દેવામાં આવતા હતા. પરંતુ વિવિધ સ્થળે સવારે ઠંડીના માહોલમાં પણ લોકો ઉમટી પડ્યા છે. ખાસ કરીને વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમની સીટ, ઉપરાંત ભાવનગરની જીતુ વાઘાણીની બેઠક તેમજ શક્સિસિંહ ગોહિલની સીટ, ઉપરાંત અલ્પેશ ઠાકોર જ્યાંથી ચૂંટણી લડી રહ્યો છે તે બેઠક માટે લોકોની ઉત્સુકતા વધુ જોવા મળી રહી છે. નોંધનીય છે કે બે તબક્કામાં યોજાયેલી ચૂંટણી માટે આજે કુલ રાજ્યભરમાં 37 મતગણતરી કેન્દ્રો 10 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ખડા પગે ફરજ બજાવશે.

English summary
Gujarat assembly election result : People are eager to know the result.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.